સુરતની આ 3 બાઈકિંગ ક્વીન્સ બાઇક પર 25 દેશોની કરશે સફર, 90 દિવસનો હશે પ્રવાસ

0
29

સુરતની બાઈકિંગ ક્વીન્સ દેશ અને દુનિયામાં તેમની બાઈક સફરને લઈને જાણીતી બની છે. બેટી બચાઓ-બેટી પઢાવો મુહિમ બાદ ફરી એક વખત બાઈકિંગ ક્વીન્સ બાઈક પર નારી ગૌરવયાત્રાના ઉદેશ સાથે દુનિયાના ત્રણ ખંડ અને 25 દેશોની સફર કરશે.

આગામી પાંચમી જૂનથી 3 બાઈકિંગ ક્વીન ડૉ. સારિકા મહેતાના નેજા હેઠળ અન્ય ગૃહિણી જીનલ શાહ અને વિદ્યાર્થિની ઋતાલી પટેલ ત્રણ ખંડના પ્રવાસે ઊપડશે. પાંચમી જૂને વારાણસીથી બાઈકિંગ ક્વીન્સ પોતાની સફર શરૂ કરશે. ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ બાઈકિંગ ક્વીન્સની નારી ગૌરવયાત્રાની સફરને પ્રસ્થાન કરાવશે.

આગામી સફરમાં તેઓ બાઈક લઈને હિમાલયની તળેટી એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી ઊંચાઈ પર જશે અને ત્યાંથી કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં રણપ્રદેશમાં બાઈક સફર કરશે. એશિયા અને યુરોપ સહિત આફ્રિકાના દેશોમાં જશે. દુનિયાના ત્રણ ખંડો સાથે બાઈક ઉપર 25 દેશો ફરી વળશે. મહત્વનું છે કે, તેઓ ભારતના સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટની ઉજવણી સ્પેનના બાર્સેલોનામાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને કરીશે.

આ દરમિયાન સંબંધિત દેશના એલચી કચેરી અને હાઈ કમિશનરને મળશે. તેમ જ ત્યાં વસેલા ભારતીય સમાજના લોકોને મળશે. 25 દેશોમાં તેઓ 25 હજાર કિમીની યાત્રા કરશે. 90 દિવસમાં આ પ્રવાસ તેઓ પૂર્ણ કરશે.

જીનલ શાહ અને ૠતાલી પટેલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય રાઇડિંગ છે. ડો.સારિકા જીજ્ઞેશ મેહતા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, સાથે એ પર્વતારોહી પણ છે, બે બાળકોની માતા છે. જીનલ જેનીશ શાહ ગૃહિણી છે અને બે બાળકોની માતા છે. ૠતાલી દિલીપ પટેલ બીસીએ ભણી છે અને હવે એમબીએ કરી રહી છે. સ્ત્રી અસુરક્ષિત છે એ ગ્રંથિ તોડવા માટે તેઓ નીકળી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here