Sunday, October 17, 2021
Homeસુરતની એન્વાયરો કંપનીનો ડિરેક્ટર નીકળ્યો માત્ર 12 હજારનો પગારદાર, 170 કરોડનું કૌભાંડ
Array

સુરતની એન્વાયરો કંપનીનો ડિરેક્ટર નીકળ્યો માત્ર 12 હજારનો પગારદાર, 170 કરોડનું કૌભાંડ

સુરત: આઇટીના ચાલુ વર્ષના સ્ક્રૂટિની એસેસમેન્ટમાં અંદાજે 2000 કરોડનું એડિશન થયું છે. જેમાં કેટલાંક કેસ ચોંકાવનારા છે. એક કેસમાં યુપીના બબલુનું નામ ઉછળ્યું છે. અધિકારીઓને શંકા છે કે, આ ગેંગસ્ટર બબલુ જ છે. પ્રદૂષણ દુર કરવા એન્વાયરમેન્ટની એક કંપની ખોલીને તેમાં 170 કરોડનું ટ્રાન્ઝેક્શન કરાયું હતું, કંપની દ્વારા ટેક્સ ન ભરાતા આઇટીએ તપાસ કરી હતી. એક ડિરેકટર હાથમાં આવ્યો હતો. જેણે પડદાં પાછળના ખેલાડીઓના નામ અધિકારીઓને જણાવ્યા છે. હાલ, આ કંપનીનું 170 કરોડનું એડિશન કરાયું છે. રિકવરી અંગે અવઢવ છે. વધુ તપાસ માટે આ કેસ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ), સીબીઆઇ અને સીટ( સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને સોંપાયો છે. આ કેસમાં હવાલાની ગંધ આવતા આ દિશામાં તપાસ શરૂ કરાઇ છે.

આઇટીમાં ચાલુ વર્ષે 2011-12ના કેસ રિ-ઓપન કરાયા હતા. જેમાં કીમનું એડ્રેસ ધરાવતી એન્વાયરમેન્ટ કંપનીનો કેસ સ્ક્રૂટિનીમાં ઓપન થયો હતો. જાન્યુઆરીથી શરૂ થયેલું ઓનલાઇન એસેસમેન્ટ 31મી ડિસેમ્બર-2108 સુધી ચાલ્યું હતું. કંપની તરફથી કોઈ ખુલાસો કરાયો ન હતો. શરૂઆતમાં કોઇ રિપ્લાઇ નહીં આવતા અધિકારીઓએ તપાસ કરી હતી. તો માલુમ પડ્યું હતું કે કંપનીના બતાવેલા ઠેકાણા પર કંઇ હતું જ નહીં. 170 કરોડના ટ્રાન્ઝેક્શન મશીન ખરીદીના બતાવ્યા હતા અને વિદેશમાંથી ફંડ પણ મેળવ્યું હતું. અલબત્ત, કંપની તરફથી કોઇ હિસાબોના ખુલાસા ન કરાતા અધિકારીએ એક પાર્ટી (એક તરફી) એસેસમેન્ટ કર્યું હતું અને 170 કરોડની ડિમાન્ડ ઊભી કરી હતી. રિકવરી માટે આઇટીએ અન્ય એજન્સીઓને જોડી છે.

કંપનીનો ડિરેક્ટર સ્ટૉર કીપર નીકળ્યો

હિસાબ અંગે કંપનીએ ખુલાસો ન કરતાં અધિકારીઓએ સુરતમાં જ 1 ડિરેક્ટરની તપાસ શરૂ કરી હતી. બાતમીદારોની મદદથી ડિરેક્ટર મળ્યો હતો, તેની હાલત જોઇને અધિકારીઓ ચોંકી ગયા હતા. ડિરેક્ટર એક દુકાનમાં 12 હજારના પગારમાં સ્ટોર કિપરનું કામ કરતો હતો.

ડિરેકટરના સ્ટેટમેન્ટના આધારે તપાસ કરાઇ

આ ડિરેક્ટરે જણાવ્યું કે સુરતના કેટલાંક લોકોના ડોક્યુમેન્ટના આધારે કંપની ઓપરેટ કરાતી. તેણે યુ.પી.ના બબલુનું નામ લીધું હતું.જોકે, અધિકારીઓ શહેરના કેટલાં વ્યક્તિ આ કૌભાંડમાં સામેલ છે તેની તપાસ કરી રહ્યા છે.

હવાલાના એન્ગલથી ઇડી પણ તપાસ કરશે

અધિકારીઓએ કહે છે કે ઇડીને એટલાં માટે તપાસ સોંપવામાં આવી છે કેમકે વિદેશથી ફંડ આવ્યુ છે અને ગયંુ પણ છે. કયા દેશમાં રૂપિયા ગયા છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જવાબદારી ઇડીની બને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments