Thursday, September 23, 2021
Homeસુરતની બરફીવાલા કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતાં હોબાળો
Array

સુરતની બરફીવાલા કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતાં હોબાળો

સુરતઃસુમુલ ડેરી રોડ પર આવેલી બરફીવાલા કોલેજમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટના મુદ્દે વિફર્યાં હતાં. લગભગ નવ મહિનાથી વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વિદ્યાર્થી એક હજાર રૂપિયા ટેબ્લેટના ભરી દીધા હતાં. તેમ છતાં હજુ સુધી એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ મળ્યું નથી. જેથી વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી.

700 વિદ્યાર્થીઓનો હંગામો

સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના છે. જેના માટે દરેક વિદ્યાર્થીએ હજાર રૂપિયા આપવાના હોય છે. અને દરેક સ્ટુડન્ટે આ રૂપિયા કોલેજમાં જમા પણ કરાવી દીધા હતાં. પરંતુ નવેક મહિનાનો સમય વિતવા છતાં સ્ટુડન્ટને ટેબ્લેટ મળ્યાં નથી. 700 જેટલા વિદ્યાર્થીઓએ 7 લાખ રૂપિયા ભર્યાં હતાં. પરંતુ ટેબ્લેટ અંગે કોઈ નિવેડો ન આવતાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવીને ટેબ્લેટની માંગ કરી હતી. જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનની વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments