Thursday, May 19, 2022
Homeસુરતની રાધાકૃષ્ણ માર્કેટમાં ચોરી કરનાર વધુ 3 ચોકીદાર પકડાયા, હજુ 4ની શોધ...
Array

સુરતની રાધાકૃષ્ણ માર્કેટમાં ચોરી કરનાર વધુ 3 ચોકીદાર પકડાયા, હજુ 4ની શોધ જારી

- Advertisement -

સુરત:રિંગરોડની રાધાકૃષ્ણ(આરકેટી) માર્કેટમાંથી નકલી ચાવીથી દુકાનખોલીને કરોડો રૂપિયાના કપડા ચોરી પ્રકરણમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધી 6 આરોપી ઝડપાયા છે. વધુ ચાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. પોલીસને શંકા છે કે જે દુકાનોમાંથી ચોરી થઈ છે ત્યાંના પણ કોઈ કર્મચારી સંડોવાયેલા હોઈ શકે છે. આરોપીઓને નકલી ચાવી બનાવવા ઓરીજનલ ચાવીની જરૂરત પડી હશે.માર્કેટનો ચોકીદાર મુખ્ય ભુમિકામાં છે.

ઝડપાયેલા તમામ ચોકીદાર

પોલીસે આ મામલે પહેલાં ચોકીદાર રામ જેઠાભાઈ મોઢવડિયા(લિંબાયત)ની ધરપકડ કરી હતી. સલાબતપુરા પોલીસે બે દિવસમાં ત્રણ અલગ-અલગ ફરિયાદનોમાં 40 લાખની ચોરીની નોંધ કરી હતી. રામની પુછપરછમાં બીજા દિવસે કોમલપ્રસાદ સીંગરોલ, વાહેદખાન પઠાણ( સલાબતપુરાની ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યાં હતાં. જેમાં પોલીસે ભીખા જગાભાઈ ચનાવાલા( રૂસ્તમપુરા), કોમલસિંગ ઉર્ફ ઇંદ્રસિંગ ગિરાસે(લિંબાયત) અને હિમલ ઉર્ફ મનુભાઈ હરીજન(ગોડાદરા)ની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ તમામ ચોકીદાર છે.

પોલીસની કામગીરી શંકાના દાયરા હેઠળ

આરોપી રામ 2006થી આરકેટીમાં સ્વસ્તિક પ્રોક્ટર સિક્યુરીટી એજન્સી તરફથી નોકરી કરે છે. તમામ આરોપીઓ એકબીજાને ઓળખે છે. પોલીસે કાવતરાની કલમ નહીં ઉમેરતાં પોલીસની કામગીરી શંકાના દાયરા હેઠળ છે.

મંગળવારે પણ માર્કેટ બંધ રહેશે, આજે ફોસ્ટાની મીટિંગ

 

આરકેટી માર્કેટમાં પાર્સલોની ચોરીના કેસમાં મંગળવારે પણ દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. આજે ઉતરાયણની રજાના હોવા છતાં ફોસ્ટાએ આ મુદ્દે ઉકેલ લાવવા વેપારીઓની મીટીંગ બોલાવી છે. પોલીસ કાર્યવાહીમાં ઝડપ આવે તે માટે રવિવારે આરકેટી માર્કેટની મેનેજમેન્ટની મિટિંગમાં મંગળવારે પણ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આજે જે.જે માર્કેટમાં મીટીંગ મળશે. શનિવારે આરકેટીના બિલ્ડરે 10 લોકોની કમિટી બનાવી હતી. જેની રવિવારે માર્કેટમાં મળેલી મિટિંગમાં સર્વાનુમતે વેપારીઓના બંધના નિર્ણયને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. પોલીસ ધીમી ગતિએ કાર્યવાહી કરી રહી હોવાને પગલે ભાજપના શહેર પ્રમુખ નિતીન ભજીયાવાળાને રજૂઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular