Wednesday, December 8, 2021
Homeસુરતની વિનસ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળાથી પોલીસ બોલાવાઈ
Array

સુરતની વિનસ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળાથી પોલીસ બોલાવાઈ

સુરતઃ રિંગરોડમાં નવનિર્મિત વિનસ હોસ્પિટલનું ગતરોજ (બધુવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલી હોસ્પિટલમાં આજે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેના પગલે દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. સાથે સિક્યુરિટી સાથે પણ ઝપાઝપી કરવામાં આવતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

કતારગામ વિસ્તારમાં રહેતા ઉષાબેન પરમાર (ઉ.વ.આ.65)ને 28 તારીખના રોજ દાખલ કરવામાં આવ્યાં હતાં.ઓપરેશન બાદ આજે સારવાર દરમિયાન મોત થતાં તેમના પરિવારજનોએ એક પછી એક લોકોને બોલાવી લીધા હતા અને આક્ષેપ કર્યા હતા કે ગઈકાલે બધું સારું હતું આજે આ લોકોની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ કર્યાં હતાં. સાથે તેમણે જણાવ્યું હતું કે, દીકરાના લગ્ન અગાઉ છાતિમાં દુઃખતું હોવાથી 5-6 તારીખે બતાવવા આવ્યાં હતાં. એન્જિયોગ્રાફી બાદ હ્રદયની નસ બ્લોક આવી હતી. પરંતુ દીકરાન લગ્ન 10મીએ હોવાથી બાદમાં સ્ટેન્ટ બેસાડવાનું નક્કી કર્યું હતું.

હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી. દર્દીના હ્રદયની દિવાલ પાતળી હતી અને તિરાડ પડ્યા બાદ ફાટી જતાં તેનું મોત થયું હતું. તબીબોએ દર્દીના સંબંધીઓને સમજાવવા કોશિષ કરી હતી પરંતુ તેઓ માનવા તૈયાર નથી થતાં. પીએમ બાદ બેદરકારી હોય તો પણ સામે આવી શકે તેમ તેમને સમજાવવા કોશિષ કરવામાં આવી છે. હાલ સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments