સુરતની સળગતી બિલ્ડીંગમાં ભુંજાયેલા 23 મૃતકોમાં 16 દીકરીઓ અને 7 દીકરા

0
48

સુરતઃશહેરમાં પ્રવેશદ્વાર સમાન સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં મોતનું તાંડવ ખેલાયું હતું. જેમાં 23 હસતા રમતા બાળકોના મોત નીપજ્યાં હતાં. 18 વર્ષથી લઈને 25 વર્ષની ઉંમરના યુવક યુવતીઓના મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં સૌથી વધુ સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા પાટીદારોની સંખ્યાં છે. 23 મૃતકોમાંથી 16 જેટલી પાટીદાર યુવતીઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ થઈ રહી છે.

અમે ફૂલ જેવા બાળકો ગુમાવ્યાં:રમેશભાઈ પટેલ

સ્થાનિક રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પહેલેથી વરાછા સહિતના વિસ્તારોમાં ધ્યાન આપવામાં આવતું નથી. પાલિકા વેરો સૌથી વધુ ઉઘરાવે છે. પરંતુ સુવિધા આપવામાં આવતી નથી જેનું આ કાળમુખુ ઉદાહરણ છે અમે ફૂલ જેવા બાળકોને ખોયા છે. ફાયરબ્રિગેડ પાસે સાધનો જ નહોતા.

મૃતકોના નામ

ઋતુ સંજય સાકરિયા
શ્રી દિનેશ કેવળિયા
હસ્તી હિતેશ સુરાણી
યેશા રમેશ ખડેલા
દૃષ્ટિ વિનુ ખૂંટ
જાહ્નવી ચતુર વસોયા
કૃતિ નીલેશ દયાળ
માનસી પ્રવીણ વરસાણી
ગ્રિષ્મા જયેશ ગજેરા
ઇશા કાંતિ કાકડિયા
જાહ્નવી મહેશ વેકરિયા
વંશવી જયેશ કાનાણી
ક્રિષ્ણા સુરેશ ભીડકિયા
ખુશાલી કિરીટ કોટડિયા
રુમિ રમેશ બલર
નિસર્ગ પરેશ કાતરોડિયા
મિત દિલીપ સંઘાણી
અંશ મનસુખ ઠુંમર
રુદ્ર ઇશ્વર ડોંડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here