Thursday, May 19, 2022
Homeસુરતની સસ્તા અનાજની દુકાનમાં ચાલતી ગેરરીતિ બાબતે કલેક્ટરને રજૂઆત
Array

સુરતની સસ્તા અનાજની દુકાનમાં ચાલતી ગેરરીતિ બાબતે કલેક્ટરને રજૂઆત

- Advertisement -

સુરતઃ શહેરના પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનમાં ચાલતી ગેરરીતિને ઉજાગર કરવા મહિલા કોંગ્રેસ
દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.


મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રણ અનુસાર, 2018માં સસ્તા અનાજને બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. દરમિયાન હાલ પણ ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદ ઉઠી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિ મહાજન આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શહેરના પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના સંચાલકો દ્વાર ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે.  પુણા, લિંબાયત, નાનપુરા, કતારગામ, રાંદેર, મજૂરા અને ઉધના ઝોનમાં દુકાનોમાં બારકોડેડ કૂપન આધારીત અનાજનો જથ્થો પુરતો આપવામાં આવતો નથી. અનાજ પણ સરકાર દ્વારા જણાવવામાં આવેલા જથ્થા કરતા પણ ઓછું આપવામાં આવે છે.અને અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી યોગ્ય કાર્વાહી કરવા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular