Wednesday, September 22, 2021
Homeસુરતની હીરાની પેઢીઓ સાથે ઠગાઈ કરનાર કંપનીએ મુંબઈની ફર્મને પણ 72 લાખમાં...
Array

સુરતની હીરાની પેઢીઓ સાથે ઠગાઈ કરનાર કંપનીએ મુંબઈની ફર્મને પણ 72 લાખમાં નવડાવી

સુરતઃસુરત-મુંબઈના વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાના હીરા ખરીદીને રૂપિયા નહીં ચૂકવી પેઢી બંધ કરીને નાસી જઈ ઉઠમણું કરનાર શ્માયાન્તક ડાયમંડના વિજય કોશીયા અને હિંમતભાઈ કોશીયા વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ મુંબઈના વેપારી પાસેથી હીરા ખરીદ્યા બાદ એક લાખ ડોલરથી વધુની રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી.

ડોલરમાં ચુકવણી કરાઈ હતી

અંધેરી-મુંબઈમાં વીરા દેસાઈ રોડ પર ન્યૂ ચંદ્ર કો. સોસાયટીમાં રહેતા શૈલેશ ઇંદુલાલ દોશી બીકેસીમાં પ્લુઝનીક ડાયમંડના નામથી હીરાનો વેપાર કરે છે. 2015માં હીરા દલાલ પવનકુમાર શર્માના માધ્યમથી તેમનો પરિચય સુરતના હીરા વેપારી વિજય ગોપાલ કોશીયા અને હિંમતભાઈ જી.કોશીયા સાથે થયો હતો. વિજય અને હિંમતભાઈ સુરતમાં કતારગામ ખાતે નંદુ ડોશીની વાડી પાસે અક્ષર બિલ્ડિંગમાં શ્યામાન્તક ડાયમંડના નામે વેપાર કરતા હતા. વિજય અને હિંમતભાઈ જુલાઈ 2018માં શૈલેશ દોશીની બેલ્જિયમમાં આવેલ ઓફિસે ગયા હતા. ત્યાંથી શૈલેશ દોશી સાથે સંપર્ક કરીને 203791 ડોલરની કિંમતના 1908.23 કેરેટ રફ રીયલ ડાયમંડ ખરીદ્યા હતા.તે સમયે એક લાખ ડોલર ચૂકવી દીધા હતા.

120 દિવસનો વાયદો કર્યો હતો

બાકીના 103791 ડોલર( આશરે 72 લાખ રૂપિયા) 120 દિવસમાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. 120 પૂરા થયા બાદ પણ કોશીયા ભાઈઓએ રૂપિયા ચૂકવ્યા નહતા. ત્યાર બાદ તેઓએ 20 દિવસમાં રૂપિયા ચૂકવવાનું લખાણ લખી આપ્યું હતું. બાદ પણ તેઓએ રૂપિયા ચૂકવ્યા નહતા અને ફોન પણ બંધ કરી દીધો હતો. ફેબ્રુવારી 2019માં શૈલેશ દોશી પોતે સુરત આવીને શ્યામાન્તક ડાયમંડ ખાતે ગયા હતા. પરંતુ ત્યાં કોશીયા ભાઈઓ પેઢી બંધ કરીને નાસી ગયા હતા.

પોલીસે શરૂ કરી તપાસ

તેશી શૈલેશ દોશીએ વિજય કોશીયા(રહે. આકાશ ગંગા સોસાયટી, કતારગામ) અને હિંમતભાઈ કોશીયા(રહે.અક્ષર બિલ્ડિંગ, નંદુ ડોશીની વાડી, કતારગામ) વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ગોપાલ અને હિંમતભાઈએ આ પહેલા સુરતની પેઢી ધર્મનંદન ડાયમંડ પાસેથી પણ એક કરોડ રૂપિયાથી વધુના હીરા ઉધારમાં ખરીદીને રૂપિયા ચૂકવ્યા ન હોવાથી ધર્મનંદન ડાયમંડે કોશીયા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ કરતા ગુનો નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments