Friday, December 3, 2021
Homeસુરતનો યુવક પુલવામામાં શહીદ જવાનના પરિવારની દીકરીને દતક લઈ તમામ જવાબદારી ઉઠાવશે
Array

સુરતનો યુવક પુલવામામાં શહીદ જવાનના પરિવારની દીકરીને દતક લઈ તમામ જવાબદારી ઉઠાવશે

સુરતઃપુલવામામાં નાપાક પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કરેલા હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યાં છે. શહીદોના પરિવારને શાંત્વના અને હૂંફ આપવા માટે દરેક જગ્યાએથી દાનના ધોધ વહી રહ્યાં છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ફૂડ સપ્લીમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે શહીદ પરિવારની દીકરીનો ભણતરથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી દર્શાવી છે.

સિમાડા નાકા ખાતે રહેતા અને મીનીબજારમાં વ્યવસાય કરતાં નિકુંજ ઘાડીયાએ જણાવ્યું હતું કે, કાયર પાકિસ્તાનીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો એ સામી છાતિનો નહોતો. નહિંતર આ સેનાના જવાનો સમગ્ર પાકિસ્તાનની આર્મી પર ભારે પડે તેવા છે. શહીદ થયેલા જવાનોના ઘરમાં પિતા વિહોણી દીકરી અને માતાનું શું? આ વિચાર માત્ર તેમને હચમચાવી ગયો હતો. અને કોઈ એક દીકરીની લગ્ન સુધીની તમામ જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

એક દીકરીના પિતા નિકુંજ ઘાડીયાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમારી પરિસ્થિતી સારી નહોતી. પિતા રત્નકલાકાર હતાં ચાર સંતાનોનો ઉછેર તેમણે કરેલો અમને હરીશભાઈ ઘાડીયાએ સપોર્ટ કર્યો હતો. આ સપોર્ટથી અમે પાટે ચડી ગયા અને આજે 10 લોકોને સપોર્ટ કરી શકીએ તેવી સ્થિતીએ પહોંચ્યા છીએ. ત્યારે હવે આપણે કોઈને સપોર્ટ કરીએ તો તે પણ કોઈને મદદ કરવા કેપેબલ થાય અને વધુમાં વધુ લોકો સારી સ્થિતીનું જીવન જીવે એ જ ઈચ્છા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments