સુરતમાંથી 53 લાખના હીરાની લૂંટ ચલાવનારા મુખ્ય સુત્રધાર સહિત બે મુદ્દામાલ સાથે ઝડપાયા

0
29

સુરતઃગોપીપુરા મેઈન રોડ હીરાની ઓફિસ બહાર હીરા દલાલની આંખમાં સ્પ્રે છાંટી રૂ. 53 લાખના ચાર હીરાની લૂંટ થઈ હતી. આ લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી દઈને હીરાના મુદ્દામાલ સાથે મુખ્ય સુત્રધાર સહિત અન્ય એકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બન્ને આરોપીઓ પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જેમણે અન્ય એકની મદદથી કાવત્રુ રચીને હીરાની લૂંટ ચલાવી હતી.

પોલીસે લૂંટારૂઓને ઝડપી લીધા

ફરિયાદી મગનભાઈ જાદવભાઈ વસોયા હીરા દલાલીનું કામ કરતાં છે. જેમને ત્રણ શખ્સોએ લૂંટ્યાની ફરિયાદ કરી હતી. જેથી પોલીસે વિવિધ ટીમો બનાવીને સણીયા હેમાદ ગામ ખાતે આવેલ ઓમનગર સોસાયટીના નાકે ખાનગી રાહે વોચ ગોઠવતાં આરોપી સુરેશ લક્ષ્મણ પટેલ અને નિતીન ભીખા ધામેલીયાને ઝડપી લીધા હતાં. સાથે જ લૂંટમાંગયેલ મુદ્દામાલના તમામ હીરા રિક્વર કરી ગુનોનો ભેદ ઉકેલ્યો હતો.

લૂંટારૂઓ સાથે કામ કરતાં હતા

આરોપી સુરેશ પટેલ ફરિયાદી મનગભાઈ સાથે હીરા દલાલીનો ધંધો કરતો હતો. હીરા કમિશનથી વેચવા માટે ફરિયાદી પાસે આવેલ તેની તમામ માહિતી મળવી લીધી હતી. અને ફરિયાદી પાસે હીરા હોવાનું માલૂમ થતાં લૂંટ કરવાનો પ્લાન બનાવી તેના પરિચીત મિત્ર અને સહ આરોપી નિતીન ધામેલીયાને વાત કરતાં બંન્ને કાવત્રુ રચ્યું હતું. જેમાં રાકેશ ભરવાડને પણ સામે કર્યો હતો. બાદમાં મુંબઈની પાર્ટી હીરા જોવા આવવાની છએ કહીને ફરિયાદીને બોલાવી તેની આંખમાં સ્પ્રે છાંટી ઓફિસમાં હાજર તેમના સાગરીત સુરેશ પટેલ સાથએ પણ ઝપાઝપીનો સ્ટંટ કરીને હીરાની લૂંટ ચલાવી નાસી ગયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here