Saturday, October 23, 2021
Homeસુરતમાં આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં દેશ-વિદેશના પગંતબાજોએ પતંગ ઉડાવી
Array

સુરતમાં આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં દેશ-વિદેશના પગંતબાજોએ પતંગ ઉડાવી

સુરતઃ મહાનગર પાલિકા અને ગુજરાત પ્રવાસ નિગમ દ્વારા આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ ઉત્સવ આજે અડાજણમાં સરિતા સાગર સંકુલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો છે. જેમાં દેશ-વિદેશના પતંગબાજોએ ભાગ લીધો છે.

સાસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

સુરતમાં યોજાયેલા  આંતરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલીયા, બેલારૂસ, બેલ્જીયમ, બ્રાઝીલ, બલગેરીયા, કંબોડીયા, કેનેડા, ચીલી, ચીન, કોલંબીયા, ક્રોએશીઆ, કુરાકો, એસ્ટોનીયા, ફીનલેન્ડ જેવા દેશોના 47 જેટલા ઈન્ટરનેશનલ પતંગબાજોએ ભાગ લીધો છે. જ્યારે દેશના આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાલ, કેરેલા, રાજસ્થાન અને દિલ્હીના પતંગબાજો પણ જોડાયા છે. દેસ-વિદેશના પતંગબાજોનું સાસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિવિધ પ્રકારની પતંગો આકાશમાં ઉડી

પતંગબાજો વિવિધ પ્રકારની પતંગ લાવ્યા છે. જેમાં  ડ્રેગન કાઈટ, ફલ્યુટ કાઈટ, સ્નેક કાઈટ, રિંગ કાઈટ સ્પિનર, રેબીટ કાઈટ, ટ્રાન્સફોર્મ કાઈટ, પાવર રેન્જર કાઈટ, ઈન્ડિયન પ્રોપેલર કાઈટ, જેવી પતંગો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments