Wednesday, December 8, 2021
Homeસુરતમાં ઉકાઇ ડેમમાંથી સિંચાઈના પાણી માટે ખેડૂતોએ મહારેલી યોજી
Array

સુરતમાં ઉકાઇ ડેમમાંથી સિંચાઈના પાણી માટે ખેડૂતોએ મહારેલી યોજી

સુરતઃ ઉકાઇ ડેમમાંથી ખેડૂતોને 40 દિવસના રોટેશનમાં પાણી આપવામાં આવે તેવી માંગણી સાથે આજે (મંગળવાર) ગુજરાતના ખેડૂત સમાજ દ્વારા જળયાત્રા મહારેલી કાઢવામાં આવી છે. સુરત સિંચાઇ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.

જહાંગીરપુરાથી જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલમાં જ રવિ અને ઉનાળાની સિઝનમાં 42 દિવસ માટે રોટેશન નક્કી કરાયું છે અને ઉનાળુ ડાંગરનો પાક ન લેવા માટે ખેડૂતોને પરિપત્ર અપાયો છે. જ્યારે ઉકાઇ ડેમમાં પાણીનો પુરવઠો પુરતો હોય રોટેશન ફરીવાર નક્કી કરવા માટેની અમારી માંગણી છે. ગત વર્ષે 323 ફૂટ પાણી ડેમમાં હતું ત્યારે ખેડૂતોને 116 દિવસ પાણી અપાયું હતું. આ વિસ્તારમાં મુખ્ય પાક શેરડીનો છે. બે એકરના વાવેતરમાં 25 દિવસે પાણી જોઇએ. પણ હાલમાં 70 દિવસે પાણી મળતા શેરડીમાં રોગ જીવાત આવી જવાની શક્યતા રહેલી છે. 110 દિવસ સિંચાઇનું પાણી આપવા માંગ કરવામાં આવશે.

ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતુંકે, પહેલા 1 એકર જમીનમાં 30 ટન શેરડીનું સરેરાશ ઉત્પાદન થતું હતું. જે ઘટીને 20-21 ટન પર આવી ગયું છે. વળી પાણી નહીં આપવામાં આવે તો પશુપાલન તેમજ ડાંગર, ઘઉં અને શાકભાજીના પાકને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments