Sunday, October 17, 2021
Homeસુરતમાં ઉત્તરાયણમાં તાત્કાલિક સારવાર માટે નર્સિંગ એસોસિએશન એનજીઓ સાથે ખડેપગે રહેશે
Array

સુરતમાં ઉત્તરાયણમાં તાત્કાલિક સારવાર માટે નર્સિંગ એસોસિએશન એનજીઓ સાથે ખડેપગે રહેશે

સુરત: ઉતરાયણ પર્વમાં પતંગના દોરાથી થતી ઈજાઓ દરમિયાન તાત્કાલિક સારવાર મળી રહી તેવા હેતુથી નવી સિવિલ ખાતે નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હેલ્પલાઈન શરૂ કરવામાં આ‌વી છે. આ હેલ્પલાઈનનો પ્રારંભ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવી અને ધારાસભ્ય હર્ષ સંઘવીની હાજરીમાં કરાયો હતો.

આ હેલ્પલાઈન દ્વારા પતંગની દોરીથી માનવો તેમજ પશુ પક્ષીને પણ ઈજા થવાના બનાવોમાં સ્થળ પર જ તાત્કાલિક સારવાર અપાશે. 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી આ હેલ્પલાઈન કાર્યરત રહેશે. રાજ્યના ઓરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર જયંતિ રવી, ધારાસભ્ય હર્ષ સંઘવી, ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો.વિજય શાહ, નર્સીગ એસોસિએશનના ઈકબાલભાઈ કડીવાલાની હાજરીમાં આ હેલ્પલાઈનનો શનિવારે સવારે પ્રારંભ કરાયો હતો.

બાઇકચાલકે શું તકેદારી રાખવી જોઈએ?
  • બાઈક ચાલકોએ ગળે મફલર કે કાપડનો પટ્ટો બાંધવો જોઈએ
  • બાઈક પર જતી વખતે બાળકોને આગળ બેસાડવા ન જોઈએ
  • વધુ પડતી સ્પીડમાં બાઈક ચલાવવી જોઈએ નહીં
  • બાઈક ચલાવતી વખતે દોરી પસાર થતી હોય તો બાઈક ધીમી કરી ઉભી રાખી દેવી
  • દોરીની ઈજા થવાથી લોહી વહેતુ હોય તો કાપડથી દબાવી દેવું અને હેલ્પલાઈનને જાણ કરવી અથવા નજીકની હોસ્પિટલમાં પહોંચી જવું.
હેલ્પ લાઈનના નંબરો 
  • 8460670644
  • 9924762007
  • 9979087053
  • 9825504766
  • 9825596892
  • 9825525637
  • 9909927924
સલામતી માટે બેલ્ટ વિતરિત કરાયા

સુરક્ષા સેતુ અંતર્ગત ચોકબજાર પોલીસે બાઇક ચાલકોને દોરાથી બચવાની સલાહ આપવાની સાથે 100થી વધુ નેક બેલ્ટ પણ વિતરિત કર્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments