Monday, October 18, 2021
Homeસુરતમાં ઉપવાસ પર બેસેલા પાસ કન્વીનરની મુલાકાતે આવેલા હાર્દિક કહ્યું, તમામ વર્ગ...
Array

સુરતમાં ઉપવાસ પર બેસેલા પાસ કન્વીનરની મુલાકાતે આવેલા હાર્દિક કહ્યું, તમામ વર્ગ સરકારથી નારાજ

સુરતઃ અલ્પેશ કથીરિયાના જામીન માટે છેલ્લા 10 દિવસથી પાસના બે કન્વીનરો ઉપવાસ પર ઉતર્યા છે. જેની મુલાકાતે આજે હાર્દિક પટેલ આવ્યો હતો. હાર્દિકે ઉપવાસી છાવણીમાં પહોંચી જણાવ્યું હતું કે, એસટી કર્મચારી, શિક્ષકો સહિત તમામ વર્ગ સરકારથી નારાજ છે.અત્રે નોંધનીય છે કે, ગત રોજ ઉપવાસ કરી રહેલા બંને કન્વીનરોને પોલીસ સારવાર અર્થે ઉંચકી ગઈ હતી. જોકે, બંને કન્વીનરો પોલીસની નજર ચૂકવી ફરી ઉપવાસ પર ઉતરી ગયા હતા.

નજર ચૂકવી ઉપવાસ પર ફરી ઉતર્યા
પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયાને જામીન મળે એ સહિતની અનેક માગણી સાથે છેલ્લા દસ દિવસથી ઉપવાસ પર બેસેલા ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડિયાની મુલાકાતે આજે હાર્દિક પટેલ ઉપવાસી છાવણી માં પહોંચ્યો હતો. આ પહેલાં કલેક્ટર ડો.ધવલ પટેલ અને ડીસીપી આર.પી. બારોટે બન્ને ઉપવાસીઓની મુલાકાત લીધી હતી. અને સારવાર કરવવા સૂચન કર્યું હતું. ત્યારબાદ પોલીસ સારવાર અર્થે ઉંચકી ગઈ હતી. જોકે, પોલીસની નજર ચૂકવી બંને ફરી ઉપવાસી છાવણીમાં પહોંચી ગયા હતા.
કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવતી નથી
ઉપવાસી છાવણીમાં પહોંચેલા હાર્દિકે જણાવ્યું હતું કે, મંજૂરી સાથે કાર્યક્રમો પણ થતા નથી. અને કાર્યક્રમોની મંજૂરી પણ આપવામાં આવતી નથી. ઉપવાસ જેવા કાર્યક્રમ શાંતિથી કરીએ છીએ તો પણ સરકાર ધ્યાન આપતી નથી. આજે ગુજરાતમાં તમામ લોકો દુઃખી છે છતાંય સરકાર તેના માટે વિચારી રહી નથી તે સાબિત થઈ રહ્યું છે. બે યુવાનો ઉપવાસ પર બેઠા હોય તો સરકાર ધ્યાન ન આપે તો નવ યુવાનોએ વિચારવા જેવું છે.
તમામ વર્ગ સરકારીથી નારાજઃ હાર્દિક
એસટી કર્મચારીઓ અને શિક્ષકોની હડતાળ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, એસટી કર્મચારી, શિક્ષકો સહિત તમામ વર્ગ સરકારથી નારાજ છે. જ્યારે વિરોધમાં નાના-મોટા અવાજો ઉઠાવવામાં આવે છે તેમને જેલમાં મોકલવામાં આવે છે. જેથી સૌએ સાથે મળીને લડવાની જરૂર છે. ભાજપ લોકોને ડરાવીને ધમકાવીને પોતાની સતા ચલાવવા માંગે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments