Tuesday, September 21, 2021
Homeસુરત : એક પરિવારે કિશોરી ને જાહેરમાં માર માર્યો , હોસ્પિટલમાં ખસેડાઈ
Array

સુરત : એક પરિવારે કિશોરી ને જાહેરમાં માર માર્યો , હોસ્પિટલમાં ખસેડાઈ

સુરતઃ ચાર ભાઈઓ અને માતાએ ઉન પાટિયામાં એક યુપીવાસી કિશોરીને જાહેરમાં ઢીક-મુક્કા અને દડા વડે ફટકારી નાખી હતી. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ડોક્ટરો પણ કિશોરીની વ્યથા સાંભળી ચોંકી ગયા હતા. દીકરીને માર ખાતી જોઈ બચાવવા દોડેલી માતાને પણ માર મરાયો હોવાનું પીડિત કિશોરીએ જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી રોહિત નામનો ઇસમ રસ્તામાં હાથ પકડીને એલફેલ બોલતો હોવાનું અને તેની મા કહે છે મારો છોકરો તને ભગાડી જ જશે એમ કહીં જીવવાનું ભારે કરી દીધું હોવાનું પીડિત કિશોરીએ જણાવ્યું હતું.

પીડિત કિશોરીએ જણાવ્યું હતું કે તેઓ મૂળ યુપીના રહેવાસી છે. માતા-પિતા ઘર ઘથ્થુ સાડીમાં ડાયમંડ લગાડવાની મજૂરી કામ સાથે સંકળાયેલા છે. આર્થિક રીતે પછાત માતા-પિતાને મદદરૂપ થવા તેઓ આ કામ સાથે જોડાયા છે. આજે સવારે તે ડાયમંડ લેવા ઘરેથી નિકળી હતા. ત્યારે ઘરથી 100 મીટરના અંતરે ક્રિકેટ રમતા રોહિતે અચાનક દોડીને તેમનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ રોડ ઉપર જબરજસ્તી કરતા તેમણે રોહિતને ચંપલ મારી હતી. જેને લઈ તેના ભાઈ રાહુલ, પ્રેમ, અને સાગર સાથે તેની માતા દોડી આવ્યા હતા અને તેમની ઉપર તૂટી પડ્યા હતા. જાહેરમાં દંડા વડે અને ઢીક મુક્કાનો માર માર્યો હતો. લોકો ભેગા થઈ ગયા હોવા છતાં કોઈ બચાવવા આવ્યું ન હતું. માતા બચાવવા દોડી આવતા તેમને પણ માર માર્યો હતો.

વધુમાં ઉમેર્યું હતું કે, લાંબા સમયથી રોહિત તેમની છેડતી કરતો આવ્યો છે. તેના પરિવારને ફરિયાદ કરવા જઈએ તો તેની માતા મંજુબેન એમ કહે છે કે મારો છોકરો તને ભગાડી જશે. રોહિતને હું ભાઈ કહું તો એ કહે, મને ભૈયા અહીં છૈયા કહને કા આમ રોડ પરથી પસાર થતા જ છેડતી કરતો રહે છે. આ પરિવાર માથાભારે હોવાથી કોઈ મદદ માટે પણ આવતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments