Monday, January 24, 2022
Home9 વર્ષ બાદ હવે તંત્ર જાગ્યું, 23 કિમીમાં 28 લાખ ઘનમીટર સિલ્ટ...
Array

9 વર્ષ બાદ હવે તંત્ર જાગ્યું, 23 કિમીમાં 28 લાખ ઘનમીટર સિલ્ટ કઢાશે

સુરત: તાપી નદીને શુદ્ધ કરવાના ભાગરૂપે કોઝવેના ઉપરવાસમાં ડિસિલ્ટિંગ કરી ગંદકી ઠાલવતા આઉટલેટને બંધ કરવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. શનિવારે મહેસૂલમંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.મંત્રીએ જણાવ્યું હતુંકે, આ પ્રોજેક્ટની આઇઆઇટી રૂરકીએ ચકાસણી કરી છે. આમાં 57 ગામો-નગરોનો સમાવેશ કરાયો છે. કાકરાપારથી મગદલ્લા બ્રિજ સુધી 85 કિમીમાં તાપીમાં જતી ડ્રેનેજ બંધ કરવાનું કામ જલ્દી પુર્ણ કરાશે.

38 લાલભાઈ સ્ટેડિયમ એક ફૂટ સુધી ભરાય એટલો કાંપ કઢાશે

અપસ્ટ્રીમનાં 23 કિમીમાંથી 28 લાખ ઘનમીટર કાંપ દૂર કરવાનો પ્રયાસ કરશે. નર્મદ યુનિ.ના ગણિત વિભાગના એસો. પ્રોફેસર ડો.દેવભદ્ર શાહે કહ્યું કે, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની કુલ જમીન 86,730 સ્ક્વેર યાર્ડ છે. જો આ જમીન પર તાપી પર જામેલા કાપને 1 ફુટની ઊંચાઇ સુધી પાથરવામાં આવે તો 38 લાલભાઇ સ્ટેડિયમ ભરાય જાય.

228 ટેકરી, સૌથી ઊંચી 5.7 મીટર

તાપીમાં કોઝવેથી કઠોર સુધી 228 જેટલી નાની-મોટી ટેકરીઓ છે. જેમાં 219 નંબરની ટેકરી 5.7 મીટ જેટલી ઊંચી છે. જ્યારે મોટા ભાગની ટેકરીઓ 4થી 4.5 ફૂટ છે.

ચાર મીટર સુધી જ ડ્રેજિંગ થશે

દરિયાઈ સપાટી પ્રમાણે કોઝવેની સપાટી પણ જળવાઈ રહે એ મુજબ કોઝવેની અપર-સ્ટ્રીમમાં 4 મીટર જ ડ્રેજિંગ કરવાની સલાહ સિંચાઈ વિભાગને અપાઇ છે.

પાણી ન આવતા કાંપ

ઉકાઈમાંથી 3 લાખ ક્યુસેકની ઉપર પાણી છોડવામાં આવે ત્યારે કાંપ વહેણમાં ધોવાઈ જાય છે. પરંતુ ઉપરવાસમાં એટલો વરસાદ જ થયો નથી. છેલ્લે વર્ષ 2013માં 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

વધુ ડ્રેજિંગ નુકસાનકારક

સિંચાઈ વિભાગનાં સૂત્રો કહે છે કે, બ્રિજ, ઇન્ટેક-વેલ કે પાળા પાસે નિયમોને લીધે બધી જ જગ્યાએ ડ્રેજિંગ શક્ય નથી. બ્રિજ હોય તો 500 મીટરનો અને પાળા હોય તો 50 મીટર સુધી ખોદકામ ન થઈ શકે.

3 દિવસ પહેલા બેઠક માટે સાંસદો-ધારાસભ્યોને સૂચના

તાપી શુદ્ધિકરણના નોડલ ઓફિસર તરીકે પાલિકા કમિશનરની નિમણૂંકના ઓર્ડર નહીં મળવાના મુદ્દે ભાસ્કરે 26 જાન્યુઆરીએ અહેવાલ પ્રસિદ્ધ કરતાં સરકાર જાગી હતી. જેમાં 3 દિવસ અગાઉ વહીવટી તંત્રએ 2 ફેબ્રુઆરીની મીટિંગ યોજવા માટે સાંસદો અને ધારાસભ્યોને સૂચના આપી હતી.

કો-ઓર્ડિનેશન કમિટીની રચના, કલેક્ટર અધ્યક્ષ

શનિવારે બેઠકમાં જ  ક્લેક્ટરની અધ્યક્ષતામાં તાપી રિવર ફ્રંટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન કમિટીની રચના કરાઇ હતી. જેમાં પાલિકાના પ્રતિનિધિ, સિંચાઇ વિભાગના અધ્યક્ષ ઇજનેર, ભુસ્તર શાસ્ત્રી અને ડ્રેનેજ વિભાગના ઇજનેરો રહેશે.  કમિટીના સભ્યો તાપી શુદ્ધિકરણ અને રિવર ફ્રંટની કામગીરીને નું કામ કરશે.

પર્યાવરણ વિભાગની પરવાનગી બાકી

તાપીને શુદ્ધ કરવા માત્ર વાતોના વડા થાય છે. પણ હકિકત કઇંક જુદી છે. શનિવારની બેઠકમાં મહેસુલ મંત્રીએ કહ્યું હતું તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ મામલે પર્યાવરણ વિભાગની પરવાનગી મેળવવાની બાકી છે.

તાપીમાં પહેલી વાર ડ્રેજિંગ કરાશે

વિશિષ્ટ પ્રકારના મશીન દ્વારા ત્રણ મીટર પાઇપ દ્વારા ડ્રેજિંગ કરાશે. મશીન ટેકરીઓ તોડીને કાંપ પાઇપ મારફત નદીની બહાર કઢાશે. સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો કહે છે કે, તાપીની અપર-સ્ટ્રીમમાં પહેલી વાર ડ્રેજિંગ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular