Monday, October 18, 2021
Homeસુરતમાં એક મહિનામાં 24ને સ્વાઇન ફ્લૂ, સરકારે આપ્યા છે આંકડા છૂપાવવાનો આદેશ
Array

સુરતમાં એક મહિનામાં 24ને સ્વાઇન ફ્લૂ, સરકારે આપ્યા છે આંકડા છૂપાવવાનો આદેશ

સુરત: એક મહિનામાં શહેરમાં સ્વાઈન ફ્લૂના 24 કેસ પોઝિટિવ નોંધાયા હોવાનું તેમજ જિલ્લામાં બારડોલી તાલુકામાં 1 કેસ શંકાસ્પદ નોંધાયો હોવાનુ આરોગ્ય વિભાગના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. છેલ્લા એક મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસો નોંધાતા હોવા છતાં આરોગ્ય વિભાગે જાહેર ન કરી આંકડા છૂપાવ્યા છે. તો બીજી તરફ સ્વાઈન ફ્લૂને સિઝનલ ફ્લૂનું નામ આપી દેવાયું છે ત્યારે શા માટે આ નામ આપવામાં આવ્યું છે તે અંગે પણ કોઈ ચોક્કસ ફોડ પાડવામાં આવતો નથી.

શનિવારે શહેરમાં સ્વાઈન ફ્લૂના બે કેસ પોઝિટિવ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 24 કેસ પોઝિટિવ નોંધાયા હતાં. જોકે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ કેસ જાહેર કરાયા ન હતા. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેસ જાહેર કરવાની જગ્યાએ છૂપાવવાનો પ્રયાસ કરાયો હતો. કોઈક રીતે સ્વાઈન ફ્લૂ ફેલાઈ રહ્યો હોવાની જાણ મિડીયા સુધી પહોંચી ગઈ હોવાની જાણ થયા બાદ શનિવારે સાંજે આરોગ્ય વિભાગે સ્વાઈન ફ્લૂની વિગતો જાહેર કરી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શનિવારના રોજ શહેરમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેરમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 24 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં હાલ 12 દર્દીઓ દાખલ હોવાનું અને તેમાં 1 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાહેર કરાયું છે.

રાજ્યમાં રોજે રોજના રિપોર્ટ જાહેર કરીએ છીએ આંકડા છૂપાવવાનો પ્રયાસ નથી. અમે તો જે કેસ આવે તેને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયાસો હોય છે. શિયાળાના સમયમાં કેસ વધતા હોય અને સિઝન પ્રમાણે વ્યાપ વધતો હોવાથી સિઝનલ ફ્લૂ નામ આપીએ છીએ. – કુમાર કાનાણી, રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments