Saturday, October 23, 2021
Homeસુરતમાં કાયદાના ઉડ્યા લીરાં પ્રતિબંધિત સમયમાં પતંગ અને રાત્રે ગુબારા ઉડ્યાં
Array

સુરતમાં કાયદાના ઉડ્યા લીરાં પ્રતિબંધિત સમયમાં પતંગ અને રાત્રે ગુબારા ઉડ્યાં

સુરતઃ શહેરમાં ઉત્તરાયણનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. વાસી ઉતરાયણની પણ લોકો મજા માણી રહ્યાં છે. ત્યારે ઉતરાયણ પર પોલીસે જાહેરનામું બહાર પાડીને પક્ષીઓના ઉડવા સમય એટલે કે, સવારના 6થી8 અને સાંજે 5થી7 દરમિયાન પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તે સમયે જ શહેરીજનોએ નિયમોના લીરા ઉડાવતાં સાંજે 5થી 7માં વધુ પતંગ ઉડાવતા જોવા મળ્યાં હતાં. તો સાથે જ સાંજે હવામાં ગુબારા-તુક્કલ પણ ઉડાવાયા હતાં.

શહેરમાં છેલ્લા ત્રણેક વર્ષથી ચાઈનીઝ બનાવટના તુક્કલના વેચાણ અને ઉડાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં વરાછા સહિતના શહેરના વિસ્તારોમાં ઘણી જગ્યાએથી તુક્કલ આકાશમાં છોડવામાં આવ્યાં હતાં. ત્યારે પ્રશ્ન એ ઉભો થયો છે કે આ પ્રતિબંધિત તુક્કલ આવ્યાં ક્યાંથી?

ઉતરાયણ સુરતીઓનો માનીતો તહેવાર છે. અબાલ વૃધ્ધની સાથે મહિલાઓ પણ ભારે મોજથી પતંગ ઉડાવતી નજરે પડી હતી. જો કે, આ વર્ષે મંદીની અસર પતંગ પર જોવા મળી હતી. લોકોએ ઉંધીયા પુરી અને ખમણ ઢોકળાની પાર્ટી ટેરેસ પર જ માણી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments