સુરતમાં કોરોના બેકાબૂ : હીરાબજાર મહિધરપુરા વિસ્તારને ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાયો

0
2
વરાછા-કતારગામના ડાયમંડ યુનિટોને ક્લસ્ટર જાહેર કરી સાત દિવસ માટે ફરજિયાત બંધ રાખવા મ્યુ.કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
વરાછા-કતારગામના ડાયમંડ યુનિટોને ક્લસ્ટર જાહેર કરી સાત દિવસ માટે ફરજિયાત બંધ રાખવા મ્યુ.કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
  • વરાછા-કતારગામના ડાયમંડ યુનિટોને ક્લસ્ટર જાહેર કરી સાત દિવસ માટે ફરજિયાત બંધ રાખવા મ્યુ.કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

સુરત : શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસ (Coronavirus Cases in Surat)ને લઈને તંત્ર ચિંતા વધી છે, તેવામાં ડાયમંડ ઉધોગ (Surat Diamond Business)માં કેસ ઘટવાને બદલે વધી રહ્યા છે. અહીંયા કામ કરતા લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. જે બાદમાં કેટલાક વિસ્તારો કોરોનાના હોટસ્ટોપ બન્યા છે. આ વિસ્તારમાં રહેતા લોકોને ક્વોરન્ટીન કરીને આ વિસ્તારના ઉદ્યોગોનો બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કોરોના વાયરસ બાદ અનલોક 1 શરૂ થતાની સાથે સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારે થઈ રહ્યો છે. જેને લઈને તંત્ર ચિંતા વધી છે. સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સૌથી વધુ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એટલે કે સૌથી વધુ કેસ રત્નકલાકારોમાં જોવા મળી રહ્યા છે. જેને પગલે વરાછા-કતારગામના ડાયમંડ યુનિટોને ક્લસ્ટર જાહેર કરી સાત દિવસ માટે ફરજિયાત બંધ રાખવા મ્યુ.કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

મહિધરપુરા, લીંબુ શેરી, પીપળા શેરી, નાગરદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ પળિયા, ભોજાભાઇની શેરીથી પાટીદારભવન સુધીના વિસ્તારને કલસ્ટર જાહેર કરાયો છે.

આ ઉપરાંત કતારગામમાં નંદુ દોશીની વાડી, જેરામ મોરાની વાડી, નગીના વાડી, કાંસાનગર તરફ જતો રોડ, સુમુલ ડેરી, ગોટાલાવાડી, લાલરવાજા, પટેલવાડી, બાળાશ્રમથી અલ્કાપુરી સર્કલ તરફ જતો રોડ, કતારગામ દરવાજાથી કાંસાનગર ચાર રસ્તા, ગજેરા સર્કલથી ફુલપાડા સહિતના વિસ્તારના ડાયમંડ યુનિટોને સાત દિવસ બંધ કરવાનો આદેશ કરાયાો છે.

ઉપરાંત વરાછા ઝોન એમાં ભવાની સર્કલથી દેવજીનગર, હરિઓમ સોસાયટી, હિમસન મિલથી ઉમિયા સર્કલ, પ્રિયંકા હાઉસથી અભિષેક એપાર્ટમેન્ટ, પુરષોત્તમ જીનીંગ મિલ, ઉમિયાચોકથી ઉમિયા માતા મંદિર, માનગઢ ચોકથી ઓપેરા હાઉસ સુધીનો ભાતની વાડીનો રોડ, મીની બજાર, મલ્ટીલેવલ પાર્કિંગથી મોહનનગર, રાજહંસ હાઇટ સુધીના તમામ ડાયમંડ યુનિટો તથા કારખાનાઓને સાત દિવસ માટે બંધ રાખવા હુકમ કરાયો છે.

સુરતમાં સોમવારે સાંજે 217 દર્દીનો (217 corona cases) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 185 જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 32 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5,055 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત (6 deaths) સાથે મરણ આંક 180 પર પહોંચ્યો છે, તેવામાં આજે 185 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, સોમવારે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 217 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 185 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4530 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 32 કેસ સાથે દર્દી સંખ્યા 525 પર પહોંચી છે.