સુરતમાં ખટોદરા-ઉધના મગદલ્લા રોડ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

0
20

સુરતઃખટોદરા – ઉધના મગદલ્લા રોડ પરથી હત્યા કરાયેલો યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લોકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સાઇકલ સવાર અજાણ્યા ઇસમની લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

108 EMT ચિરાગ અને પાઇલોટ કરણ તાત્કાલિક કોલ મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં રોડ ઉપર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તપાસ કરતા અજાણ્યો ઇસમ મૃત હોવાનું બહાર આવ્યું હતું. જોકે, પ્રાથમિક તપાસમાં તેની કોઈ ઓળખ ના થઇ હોવાનું EMT ચિરાગે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here