Sunday, November 28, 2021
Homeસુરતમાં ખાનગી ડ્રાઈવર બોલાવી વોલ્વો શરૂ કરવાના પ્રયાસથી ST કર્મીઓનો હોબાળો
Array

સુરતમાં ખાનગી ડ્રાઈવર બોલાવી વોલ્વો શરૂ કરવાના પ્રયાસથી ST કર્મીઓનો હોબાળો

સુરતઃ સાતમાં પગાર પંચના અમલ સહિતના પડતર પ્રશ્નનો નિકાલ નહીં આવતા સુરત એસટીના 6 ડેપોના 2700 કર્મીઓ માસ-સીએલ પર ઉતરી ગયા છે. અને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે બીજા દિવસે એસટીના કર્મચારીઓએ મુડંન કરાવી અને અર્ધનગ્ન થઈને અનોખો વિરોધ કર્યો હતો. દરમિયાન વોલ્વો બસને ચલાવવા માટે ખાનગી ડ્રાઈવરો લાવવામાં આવતા એસટીના કર્મચારીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને વોલ્વો બસની આગળ સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો હતો.

નિતીન પટેલ હાય હાયના નારા લગાવ્યા
સુરત એસટીના 6 ડેપોના 2700 કર્મીઓ હડતાળ પર ઉતરતા એસટીની 500 બસોના પૈડાં થંભી જતાં 3500 રૂટ બંધ પડી ગયા છે. જેને કારણે પેસેન્જરો ઠેરઠેર અટવાઈ રહ્યા છે. ગત રોજ ખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા પર સૂખડનો હાર પેરાવાની સાથે સાથે છાંજીયા લીધા હતા અને તેમના ફોટા સામે સળગાવેલી અગરબત્તી મૂકીને બેસણું પણ કર્યું હતું. એસીટીની મહિલા અને પુરૂષ કર્મીઓએ ગરબા અને ડાન્સ કરીને પણ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આજે કર્મચારીઓએ મુંડન કરાવી અને અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો. અને સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નિતીન પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા.
વિધાનસભાના ઘેરાવની ચિમકી
સુરત ST બસ ઉપ પ્રમુખે જણાવ્યું હતું કે, પડતર માંગણીઓને લઈને કોઈ નિરાકરણ આવ્યું હતું. જેથી એસટીના કર્મીઓમાં રોષ ફેલાયો છે. મુંડન કરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને વિધાનસભાનો ઘેરાવ કરી ઉગ્ર માંગ કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments