Wednesday, December 8, 2021
Homeસુરતમાં ઘર આંગણે દારૂની મહેફિલ માણતા લોકોને ઠપકો આપતા બે બહેનો પર...
Array

સુરતમાં ઘર આંગણે દારૂની મહેફિલ માણતા લોકોને ઠપકો આપતા બે બહેનો પર હુમલો, CCTV

સુરતઃ લિંબાયત સેલાની ચોકમાં બુધવારની રાત્રે બે બહેનો પર જીવલેણ હુમલો કરી કેટલાક અસામાજિક તત્વોએ ભયનો માહોલ ઉભો કરતા ચર્ચાનો વિષય બન્યો છે. ઘર આંગણે દારૂની મહેફિલ માણતા લોકોને ઠપકો અપાતા મહિલા બુટલેગર મંડળીએ બન્ને બહેનોને જાહેરમાં માર મારી ઘરમાં તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું છે. જોકે આખી ઘટનાના CCTV બહાર આવ્યા બાદ પોલીસે કમિશનર કચેરીમાં ન્યાય માટે પુકાર લગાડનાર પીડિતની અરજી બાદ સામાન્ય ગુનો દાખલ કરતા લિંબાયત પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ત્રણ મહિલા અને 3 પુરુષોએ ઘાતકી હથિયારો સાથે હુમલો કર્યો

રુબીના ખાન (પીડિતની બહેન) એ જણાવ્યું હતું કે લિંબાયતના સેલાની ચોકમાં રહેતી બહેન મહેજબની દિપક મરાઠીના પડોશમાં રહેતી સમા નામની મહિલા દારૂનો અડ્ડો અને જુગારધામ ચલાવે છે. જેના ગ્રાહકો દારૂ લઈ મહેજબની ના ઘર આંગણે ખાવા-પીવાની જાહેરમાં મિજબાની કરે છે. આ વાતને લઈ વારંવાર મહેજબનીએ બુટલેગર સમાને રજુઆત કરી તેમના ઘર આંગણે દારૂ પીવા બેસતા લોકોને ના પાડવા કહેતી હતી. જેને લઈ બુધવારની રાત્રે બહેન મહેજબનીએ સમાને ઠપકો આપી પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા સમા અને તેની મંડળી ઝઘડા પર ઉતરી પડી હતી. ત્યારબાદ લગભગ ત્રણ મહિલા અને 3 પુરુષોએ મહેજબની પર ઘાતકી હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. બહેનને જાહેરમાં ફટકારી તેના ઘરમાં તોડફોડ કરી હતી. બચાવવા ગયેલી બીજી બહેન નરગિશને પણ ફટકારતા લોકો ભયના મારે જોતા જ રહ્યા હતા.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા

બુધવારની રાત્રે બનેલી આ ઘટના બાદ બન્ને બહેનોને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા નરગીસને દાખલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ લીંબાયત પોલીસને જાણ કરાઈ હતી. જોકે પોલીસે કોઈ ફરિયાદ ન લેતા આખરે પરિવારે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરતા લીંબયાત પોલીસ દોડતી આવી હતી. અને સામાન્ય કેસ બનાવી હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આખી ઘટના CCTV માં કેદ થઈ ગઈ હોવાના પુરાવા પણ પોલીસને આપ્યા હોવાનું પીડિત પરિવારની મહિલા રુબીનાએ જણાવ્યું હતું.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments