Thursday, September 23, 2021
Homeસુરતમાં છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિએ ચારીત્ર્યની શંકા રાખીને પૂર્વ પત્નીને ચપ્પુના...
Array

સુરતમાં છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિએ ચારીત્ર્યની શંકા રાખીને પૂર્વ પત્નીને ચપ્પુના ઘા ઝીંક્યા

સુરતઃનવાગામમાં છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિએ સાસરિયામાં જઇ પત્નીને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો પ્રયાસ કર્યો હતો. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ બે માસૂમ બાળકોની માતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ડોક્ટરોએ બચાવી લીધી હતી. વતન મહારાષ્ટ્રના સિરપુરમાં પિતરાઈ ભાઈ સાથે કરેલી મોબાઇલ ફોન પરની વાતચીતના રેકોર્ડિંગ સાંભળ્યા બાદ પતિ તેમના ચારિત્ર્ય પર શકા કરી ઝઘડો કરતો આવ્યો હોવાનું પીડિત પત્નીએ જણાવ્યું છે.

યોગીતા ઉ.વ. 23 (પીડિત પરિણીતા) એ જણાવ્યું હતું કે, મહેન્દ્ર અહિરે સાથે તેના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં એક છોકરો અને છોકરી છે. માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતો મહેન્દ્ર છેલ્લી દિવાળીથી મારઝૂડ કરતો આવ્યો છે.વતન સિરપુરમાં રહેતા પિતરાઈ ભાઈ સાથે મોબાઈલ પર વાત થતી હોવાનું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ મહેન્દ્ર ચારિત્ર પર શકા કરતો હતો. તારું આ છોકરા સાથે લફરું છે એમ કહી વારંવાર ઝઘડો કરતો હતો. જેનાથી કંટાળી ત્રણ દિવસ પહેલા જ છૂટાછેડા લઈ તેઓ પિયર માતા સાથે રહેતા હતા. શુક્રવારની રાત્રે અચાનક તેમનો પૂર્વ પતિ મહેન્દ્ર ઘર ઘુસી ચપ્પુથી હુમલો કરી ભાગી ગયો હતો. હાલ તેઓ સર્જીકલ વોર્ડમાં દાખલ છે. પોલીસ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments