સુરતમાં જન્મદિવસે જ 14 વર્ષની સગીરા કારખાનામાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી

0
10

સુરતઃ સચિન વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના વતની અને કામના સ્થળે જ રહેતા પરિવારની દીકરીનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.ચોથા ધોરણમાં અભ્યાસ કરતી સગીરાના શંકાસ્પદ રીતે મળી આવેલા મૃતદેહને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, મૃતક દુર્ગાવતીનો ઉતરાયણના દિવસે જ જન્મદિવસની સાથે ફેક્ટરીમાં 3 દિવસની રજા હોવાથી પરિવાર ઉજવણીના મૂડમાં હતું એ દરમિયાન જ દીકરી લટકતી મળતાં પરિવાર આશ્ચર્યમાં મુકાઈ ગયું હતું.

ફેક્ટરીમાં ઉપરના માળે રહેતા ચંદ્રિકાપ્રસાદ ગરૂડ સાકેતએ જણાવ્યું હતું કે, તેઓ ભાગવેશ નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કારીગર છે. તેમના ચાર સંતાનોમાં દુર્ગાવતી સૌથી મોટી હતી. સચિન પારડીની શાળામાં તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેનો જન્મદિવસ હોવાથી નવા ગમતાં કપડા પણ લઈ આપ્યાં હતાં.ઉભરાય દરિયા કિનારે પણ ગયાં હતાં. ઘરનો દરવાજો બંધ હોવાથી તેની માતા (રૂબી)એ તિરાડમાંથી લટકતી દીકરીનો મૃતદેહ જોઈને રાડારાડ કરી મુકતા સૌને જાણ થઈ હતી. આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર મુદ્દે સચીન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here