સુરતમાં જમીનના વિવાદમાં પરિવારને જાહેરમાં લાકડાના ફટકાથી માર મરાયો

0
32

 • CN24NEWS-11/01/2019
  • સુરતઃ

   રાંદેરના કોઝ-વે નજીક જમીનના વિવાદને લઈ એક પરિવારના 4 સભ્યો પર જાહેરમાં હુમલો કરાતા ભાગદોડ મચી ગઈ હતી. લાકડાના ફટકા અને ઘાતકી હથિયારો સાથે તુટી પડેલા હુમખોરોએ મહિલાઓને પણ ધક્કે ચઢાવી પિતા-પુત્રને ફટકાર્યા હતા. જોકે, પટેલ પરિવાર પર થયેલા હુમલાને લઈ લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. જમીન વિવાદમાં ઘવાયેલા પટેલ પરિવારના તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108માં સારવાર માટે સિવિલ ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

    

    

  મહિલાઓને પણ માર મરાયો

  • 1.સુજાન દિપક પટેલ (26) એ જણાવ્યું હતું કે, હુમલાખોરો અચાનક તેમના ઘર પર તૂટી પડ્યા હતા. જે દેખાય એને મારી રહ્યા હતા. પિતા દિપક બી પટેલ (52) ને મારી નાખવાનું કહી હુમલો કર્યો હતો. બચાવવા આવેલા કાકી હેમાક્સિબેન મનોજભાઈ પટેલ (40)ને ધક્કે ચઢાવી ફેંકી દીધા હતા. પત્ની હિતાક્ષા સુજાન પટેલ (24) ને પણ માર મરાયો હતો. જોકે લોકો બચાવવા માટે દોડી આવતા તમામ હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ 108માં આખા પરિવારને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.
  • પોલીસ કાફલો દોડી આવ્યો
   2.વધુમાં ઉમેર્યું હતું કે હુમલાખોરો કોણ હતા એ ખબર માંથી પણ
   50-60નું ટોળું હથિયારો સાથે તેમના ઘર પર તૂટી પડ્યું હતું. 25 વર્ષ પહેલા વેચેલી જમીન પર થયેલા પ્લોટના કબ્જા ને લઈ છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ઘટના બાદ પોલીસ કાફલો દોડી આવતા હાલ તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here