Friday, December 3, 2021
Homeસુરતમાં જીતુ વાઘાણીના નિવેદન મુદ્દે કોંગી મહિલાઓએ મોરચો કાઢતાં અટકાયત
Array

સુરતમાં જીતુ વાઘાણીના નિવેદન મુદ્દે કોંગી મહિલાઓએ મોરચો કાઢતાં અટકાયત

સુરત:- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી રાહુલ ગાંધીવાળા નિવેદનથી કોંગ્રેસીઓમાં ભારે રોષ ભભૂક્યો છે. જીતુ વાઘાણીએ માફી માંગી લીધી હોવા સાથે પોતાના નિવેદનનું ખોટું અર્થ ઘટન કરાયું હોવાનું કહ્યાં બાદ પણ સુરત કોંગ્રેસની મહિલાઓ દ્વારા મોરચો કાઢવામાં આવ્યો હતો. ક્લેક્ટર કચેરીએ કોંગી મહિલાઓએ આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ સાંસદ દર્શના જરદોષના ઘરનો ઘેરાવ કરતાં પોલીસે કોંગી મહિલાઓની અટકાયત કરી હતી.

કોંગ્રેસની મહિલાઓએ જીતુ વાઘાણીના નિવેદનનો વિરોધ કરવા દૂધની બાટલીઓ સાથે પહોંચી હતી. સાથે સાંસદના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. મહિલાઓને કાબુમાં લેવા માટે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અઠવા પોલીસે ઘેરાવ કરતી કોંગી મહિલાઓની અટકાયત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments