સુરતમાં જૂનો સરદાર બ્રિજ રિપેરિંગ માટે આઠ મહિના બંધ કરાશે

0
39

સુરતઃ જૂનો સરદાર બ્રિજના રિપેરિંગ કરવા માટે આઠ મહિના બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેબસ સ્ટેઈડ બ્રિજ અને નવો સરદાર બ્રિજ ચાલું થઈ જતા પાલિકાએ જૂના સરદાર બ્રિજનું રિપેરિંગનું કામ તાકીદે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

અઠવા અને અડાજણને જોડતા જૂનો સરદાર બ્રિજ 1995માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સરદાર બ્રિજ પર છેલ્લા 13 વર્ષથી ટ્રાફિકનું ભારણ વધી જતા રિપેર કરવાની આવશ્યક્તા વધી હતી. જોકે, કેબલ સ્ટેઈડ બ્રિજની કામગીરી લંબાતા સરદાર બ્રિજને રિપેર કરવાની કામગારી શક્ય બની ન હતી. તાજેતરમાં સરદાર બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે બંને તરફ એક એક નવી લેન વધારી નવો સરદાર બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. દરમિયાન કેબલ સ્ટેઈડ બ્રિજ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બંને બ્રિજ ખુલ્લા મૂકાતા જૂના સરદાર બ્રિજના રિપેરિંગ કામને તાકીદે હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જૂના સરદાર બ્રિજના રિપેરિંગ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા આઠ કરોડના ખર્ચે રિપેર કરવાની લોએસ્ટ ઓફર આવી છે. આ ઓફરને ટેન્ડર સ્ક્રુટીની કમિટીની બેઠકમાં મંજૂર કરી સ્થાયી સમિતિને ભલામણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂના સરદાર બ્રિજના એક બાદ એક લેનને બંધ કરી રિપેર કરવામાં આવશે. અને ટ્રાફિકને નવા બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here