Wednesday, December 8, 2021
Homeસુરતમાં તાપીની જળકુંભી દૂર કરવા કેન્દ્ર સરકારે ફાળવ્યાં 971 કરોડ
Array

સુરતમાં તાપીની જળકુંભી દૂર કરવા કેન્દ્ર સરકારે ફાળવ્યાં 971 કરોડ

સુરતઃતાપી નદીમાં જામેલી જળકુંભીને દૂર કરવા સહિત નદીને શુદ્ધ કરવા માટે રાજ્યસરકાર અને પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે તાપી નદીના શુદ્ધિકરણ માટે રૂપિયા 971 કરોડની ગ્રાંટ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવા માં આવી છે. જેથી આગામી સમયમાં તાપી ઝડપથી શુદ્ધ થાય તેવી આશા સેવવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાયા પરંતુ સપાટી પર કોઈ કામ નથી થયું ત્યારે હવે આ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ થાય તેવી લોકલાગણી ઉભી થઈ છે.

પ્રેઝન્ટેશનને મંજૂરી અપાઈ
પાલિકા અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આજે તાપી નદીની સ્થિતિ અને પ્રોજેક્ટની જરૂરિયાત અંગેની રૂપરેખા દર્શાવતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય અને ક્લાયમેટ ચેન્જ વિભાગના સેક્ર્ટરીએ તેને નિહાળ્યું હતું. પ્રેઝન્ટેશન બાદ 971 કરોડના તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. હવે માત્ર નાણામંત્રાલયની ઔપચારિક મંજૂરી બાદ આ વિશાળ પ્રોજેક્ટ માટે કેન્દ્રની મદદ મળવા માટેની ગતિવિધિનો આરંભ થઈ શકશે.
પ્રોજેક્ટમાં આ કામગીરી થશે
રાંદેરથી વરાછા અને વાલક સુધી તાપી નદીમાં જે વરસાદી ગટર, ખાડીના આઉટલેટ છે, તેને ઇન્ટરસેપ્ટરની મદદથી ગંદુ પાણી એક સ્થળે એકત્ર કરીને તેને ટ્રીટમેન્ટ કરીને છોડવા માટેનું આયોજન
વિયરના અપસ્ટ્રીમમાં સુડા હસ્તકના 15 ગામ અને નગરપાલિકાઓમાંથી નીકળતું ગંદુ પાણી ટ્રીટમેન્ટ કરીને છોડવા માટેનું પ્લાનિંગ
જિલ્લા પંચાયત હસ્તકના 59 ગામો જે કાકરાપારથી કઠોરની વચ્ચે આવે છે, તેમાંથી નીકળતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવા માટેનું આયોજન
આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લા પંચાયત હસ્તકના 59 ગામ-નગરનોનું 59 એમએલડી(મિલિયન લિટર પ્રતિદિવસ) ગંદુ પાણી, સુડા હસ્તકના ગામોનું 302 એમએલડી પાણી અને સુરત પાલિકાનું 299 એમએલડી પાણી મળી રોજ 660 એમએલડી ગંદુ પાણી નદીમાં ભળે છે, તે શુદ્ધ કરીને પછી નિકાલ કરાશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments