- Advertisement -
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે રહેણાંક સોસાયટીના લોકો સાથે ધાર્મિક સંપ્રદાયના સંતોએ પણ સમૂહ મતદાન કર્યું હતું. સુરતના વેડ રોડ ગુરુકુળ ખાતે સ્વામિનારાયણ મંદિરના સંતો પ્રક્રિયા શરૂ થાય તેની સાથે જ સમૂહમાં મતદાન કરવા નીકળ્યા હતા. સંપ્રદાયના સંતોએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
આ ઉપરાંત શહેરની કેટલીક સોસાયટીના લોકો પણ સાથે ભેગા થઈને મતદાન કરવા માટે ગયા હતા. સોસાયટીના ભેગા થયેલા લોકો મતદાન કર્યા બાદ સહ નાસ્તાની લારી પર ભેગા થઈને રાજકીય ચર્ચા કરતા સાંભળવા મળ્યા હતા.