સુરતમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ કેન્સરગ્રસ્ત ટ્યૂશન શિક્ષકના માનસિક તણાવમાં ફાંસો ખાધો

0
24

સુરતઃ  ભટારની એક સ્કૂલની વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધોરણ 12માં અભ્યાસ કરતી વ્રીન્દાએ કેન્સર પીડિત ટ્યૂશન શિક્ષકની બિમારીના માનસિક તણાવમાં આવું પગલું ભર્યું હોય એમ પરિવાર જણાવી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી વ્રીન્દા શિક્ષકને લઈ ખૂબ જ ચિંતિત હોવાનું અને તેની સારવાર પણ ચાલી રહી હોવાનું પરિવારે જણાવ્યું હતું.

પરિવારે જણાવ્યું હતું કે, સંજયકુમાર જયકીશનદાસ ગોયેલ મૂળ હરિયાણાના રહેવાસી છે અને 25 વર્ષથી સુરતના ભટાર રોડ પર આવેલા સમર્પણ એપાર્ટમેન્ટમાં રહે છે. સંજયભાઈ કાપડ દલાલીના કામકાજ સાથે સંકળાયેલા છે. તેમને બે દીકરી અને એક દીકરો છે. વ્રીન્દા ધોરણ-12 ભટારની શાળામાં અભ્યાસ કરતી હતી. વ્રીન્દાને છેલ્લા કેટલાક સમયથી એક શિક્ષક ઘરે અભ્યાસ કરાવવા આવે છે. જોકે, આ શિક્ષકને કેન્સર હોવાનું બહાર આવતા વ્રીન્દા માનસિક તણાવમાં આવી ગઈ હતી. એક મહિનાથી વ્રીન્દા બસ એક જ વાત કરતી કે મારા ટીચરને કંઈ થઈ જાય એ પહેલાં મને કંઈ થઈ જવું જોઈએ, આવી અનેક ભાવનાઓ વ્રીન્દામાં ઘર કરી ગઈ હતી. આવા સંજોગોમાં વ્રીન્દાએ સોમવારની બપોરે પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ખટોદરા પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here