સુરતમાં નજીવી બોલાચાલીમાં પતિએ પત્નીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી

0
0

સુરતઃભેસ્તાન આવાસમાં દારૂડિયા પતિએ બાળકોને કાજુ લેવા મોકલી રૂમનો દરવાજો બંધ કરીને પત્નીને 12થી વધુ ઘા મારી હત્યા કરી હતી.મોબાઈલ સીમ કાર્ડને લઈ થયેલી નજીવી બોલાચાલીમાં શકીલે પત્ની સાઈનાબીની હત્યા કરી હતી.પત્નીની નિર્મમ હત્યા બાદ હત્યારાના આરોપી પતિએ પોલીસને ફોન કરી જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી લીધો હતો.

પત્નીને વારંવાર મારતો હતો

સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ બહાર મૃતક સાઈનાબી (ઉ.વ. 26)ના પરિવારજનોએ જણાવ્યું હતું કે, 8 વર્ષ પહેલાં જ સાઈનાના શકીલ સાથે નિકાહ થયા હતાં. લગ્ન બાદ સાઈનાને 4 સંતાન અવતર્યા હતા. શકીલ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 24 કલાક દારૂના નશામાં રહેતો શકીલ વારંવાર પત્ની સાથે મારઝુડ કરતો હતો.

ભત્રિજા સામે હત્યા

શુક્રવારની મોડી રાત્રે દારૂ પીને આવેલા શકીલે સિમકાર્ડના મુદ્દે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ચારેય બાળકોને રૂપિયા આપી કાજુ લઈ આવવા ઘર બહાર મોકલી આપ્યા હતા. આ દરમિયાન રૂમને અંદરથી બંધ કરી પત્ની સાઈનાબી પર હુમલો કરી દીધો હતો. 10 વર્ષના ભત્રીજા સામે શકીલે પત્નીને 12 ઘા માર્યા હતા. બચાવવા ગયેલા ભત્રીજાના હાથે પણ એક ઘા વાગ્યો હતો. હાલ ભત્રીજો ડરી ગયો હોવાથી ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યો. હત્યા બાદ શકીલે જ પોલીસ બોલાવી ગુનો કબુલ કરી સરેન્ડર થઈ ગયો હતો. હાલ પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here