સુરતમાં નર્મદ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના ઈલેક્શનમાં 8 ઉમેદવારના ફોર્મ રિજેક્ટ થતાં NSUIનો વિરોધ

0
16

સુરત:  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. જીએસની ચૂંટણીમાં લો ફેકલ્ટીમાં NSUI સમર્થિત આઠ ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવામાં આવ્યાં હતાં. જેના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા કુલપતિની ચેમ્બર બહાર પ્રદર્શન કરીને હોબાળો મચાવવામાં આવ્યો હતો. લો ફેકલ્ટી બહાર સુત્રોચ્ચાર કરીને વીસીની ઓફિસ બહાર એનએસયુઆઈ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.

એનએસયુઆઈના કાર્યકરોએ જણાવ્યું હતું કે, ફોર્મમાં બે રસિદ ફીના નંબર લખવાનું અમને કહેવાયું નહોતું. જેથી એક જ નંબર લખ્યો હતો. અગાઉ એક જ નંબર લખવામાં આવતો હતો. પરંતુ તંત્ર દ્વારા એબીવીપીની દાદાગીરી સામે ઝુકીને અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેનો તેઓ વિરોધ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here