Wednesday, December 8, 2021
Homeસુરતમાં નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં ટ્રકે બાળકીને કચડી નાખતા મોતને ભેટી
Array

સુરતમાં નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં ટ્રકે બાળકીને કચડી નાખતા મોતને ભેટી

સુરતઃ વેસુના નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં ટ્રકે જમીન પર રમતી બાળકીને કચડી નાખતા મોતને ભેટી હતી. મંગળવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ તમામ મજૂરો ભેગા થઈ ગયા હતા. ટ્રક ડ્રાઇવરને પોલીસને હવાલે કરી દેવાયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, યુપીના રાજભર ભસિષ્ઠ રહેવાસી પરિવાર છેલ્લા લાંબા સમયથી વેસુ કેનાલ રોડ ઉપર બનતા નવનિર્મિત કોમ્પ્લેક્ષ પ્લાસ્ટરનું કામ કરે છે. મંગળવારની સાંજે તેમની ત્રણ દીકરીઓ પૈકી સૌથી નાની દીકરી ઊર્મિ બંધાતા કોમ્પ્લેક્ષના મેદાનમાં રમતી હતી. ત્યારે અચાનક સામાન ખાલી કરીને બહાર નીકળતી ટ્રકે માસૂમ ઊર્મિને કચડી નાખી હતી. જોકે, બાળકીની ચિચયાળી બાદ આજુબાજુથી તમામ મજૂરો દોડી આવ્યા હતા. અને ટ્રક ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો. માસૂમ બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીનોએ મૃત જાહેર કરી હતી. પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ ડો. વિનોડે જણાવ્યું હતું કે બાળકીને શરીર પરથી ટ્રકના ટાયરના નિશાન મળી આવ્યા છે. બાળકીનું માથું ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી મોત થયું હોય એ વાત નકારી શકાય નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments