Wednesday, September 22, 2021
Homeસુરતમાં નશામાં ચૂર જિમ-ટ્રેનરે કાર ચલાવી 4 સફાઈ કર્મીઓને ઉડાવ્યા
Array

સુરતમાં નશામાં ચૂર જિમ-ટ્રેનરે કાર ચલાવી 4 સફાઈ કર્મીઓને ઉડાવ્યા

સુરતઃ અડાજણ આનંદ મહેલ રોડ પર માછલી સર્કલ પાસે શનિવારે મધરાત્રે પાલિકાના ચાર કર્મચારીઓ રોડની સાફ-સફાઈ કરતા હતા. દરમિયાન દારૂના નશામાં ભાન ભૂલેલા ઈકો સ્પોર્ટસ કારના ચાલક જિમ-ટ્રેનર અમિત પ્રતાપ સુરતી (ઉ.વ.40)(રહે,ર્કિતીનગર સોસાયટી, રામનગર,રાંદેર)એ રોડની સાઈડ પર પાર્ક કરેલા ટેમ્પોને પાછળથી ઠોકી દેતા ચાર કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં કર્મચારી રમેશભાઈ રાઠોડ અને અન્ય મહિલાને 108 એમ્બ્યુલન્સ માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જયારે અન્ય બે કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ છે.

કાર ચાલકને પોલીસ હવાલે કર્યો
કર્મચારીઓ રોડની સાફ-સફાઈ સાથે કચરા પેટીમાંથી કચરો લઈને ટેમ્પોમાં નાખવાની કામગીરી કરતા હતા. તે સમયે આ ઘટના બની હતી. ટોળાએ કાર ચાલકને પકડીને અડાજણ પોલીસને હવાલે કર્યો હતો. અડાજણ પોલીસે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરી ઈકો કાર કબજે કરી છે.
સફાઇ કરતાં સમયે દુર્ઘટના બની
સફાઈ કર્મચારી સોનાબેને જણાવ્યું હતું કે, હું મારા પતિ જોડે અડાજણ આનંદ મહલ રોડ પર  રોડ પર સફાઈ કરતી હતી, તે વખતે પ્રાઈમ આર્કેડ તરફથી પુરઝડપે આવેલી કારે એક રિક્ષાને ટક્કર મારી હતી.અમે જ્યાં સફાઈ કરતા હતા ત્યાં ટેમ્પો હતો તેને પણ પાછળથી કાર ચાલકે ઠોકી દીધો હતો. જેથી મારા પતિ સહિત  ચારને  ઈજા થઈ છે. મારો પતિ અને અન્ય એક મહિલા હોસ્પિટલમાં દાખલ છે. ચાલક દારૂ પીધેલો હતો. જો કે લોકોએ તેને કારમાંથી ઉતારી ચાવી લઈ બાદમાં પોલીસ બોલાવીને તેને સોંપી દીધો હતો.
ચાલકની ધરપકડ કરી છે
અડાજણ.પો.સ્ટે પીએસઆઈ આઈ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, કારચાલક અમિત સુરતીની ધરપકડ કરી છે. કારચાલક જીમ ટ્રેઈનર છે અને તેણે નશો કરેલો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments