સુરતમાં નાનપુરાના જૈન પરિવારમાં ટ્વિન્સ દીકરીનો જન્મ થતા વાજતે ગાજતે ગૃહ પ્રવેશ કરાવાયો

0
25

સુરતઃ નાનપુરામાં રહેતા એક જૈન પરિવારમાં ટ્વિન્સ બાળકીનો જન્મ થતા પરિવારમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. ઘર આંગણે લક્ષ્મીજી પધાર્યા હોવાની ખુશીમાં પરિવારના સભ્યોએ બેન્ડબાજા અને બગીઓ દ્વારા બંને દીકરીઓનો ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા આશીષ જૈનની પત્ની પ્રિયમે ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. પ્રિયમ દીકરીઓના જન્મ બાદ પિયરમાં હતા. જ્યાંથી સાસરીમાં ગૃહ પ્રવેશ માટે વાજતે ગાજતે લાવવાનો નિર્ણય પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
જૈન પરિવારના સભ્યો બંને બાળકીઓને બગીમાં બેસાડી અને ઢોલ-નગારા વગાડીને વાજતે ગાજતે ઘરે લાવ્યા હતા. આ બંને બાળકીઓને તૈયાર કરીને તેની માતા સાથે બગીમાં બેસાડીને સુરતના કતારગામ વિસ્તારમાંથી નાનપુરામાં જૈન પરિવારના ઘરે લાવવામાં આવી અને ઘરે પણ આવી જ રીતે બંને બાળકીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here