Saturday, October 23, 2021
Homeસુરતમાં પતિ બાળકોને ટ્યૂશનમાંથી લેવા ગયા ને પત્નીએ ઘરમાં ફાંસો ખાધો
Array

સુરતમાં પતિ બાળકોને ટ્યૂશનમાંથી લેવા ગયા ને પત્નીએ ઘરમાં ફાંસો ખાધો

સુરતઃ રાંદેરના ઉગત રોડ પરની એક સોસાયટીમાંથી શંકાસ્પદ હાલતમાં ગળે ફાસો ખાય મોત ને ભેટેલી મહિલાનું આખરે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાયું હતું. બુધવારની સાંજે પતિ ટ્યૂશનમાંથી બાળકોને લઈને આવ્યા બાદ પત્ની ધર્મિષ્ઠાબેન ફાંસો ખાધેલી હાલતમા મળી હતા. ધર્મિષ્ઠાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. શરીર પર ઈજાના નિશાન મળી આવતા રાંદેર પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ છે.

રાંદેર પોલીસે જણાવ્યું હતું કે, ધર્મિષ્ઠાબેન લગભગ 14 વર્ષ પહેલાં ચંદ્રકાંત શર્મા નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમને બે પુત્ર અવતર્યા હતા. જોકે, પારિવારિક ઝઘડો ઘર કરી જતા અવાર નવાર બંને વચ્ચે હાથપાઈ થતી હોવાનું બહાર આવ્યું છે. બુધવારના રોજ ટ્યુશને ગયેલા બાળકોને લેવા જવાના મુદ્દે ફરી પતિ પત્ની વચ્ચે ઝગડો થતા વાત તમાચા મારવા પડે ત્યાં સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ પતિ ચંદ્રકાત બાળકોને લેવા ચાલી ગયો હતો. પરત ફરતા પત્ની ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેણીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાઈ હતી.

ડો. ઓમકાર ચૌધરી (CMO, સુરત સિવિલ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, મૃતક ધર્મિષ્ઠાબેનના મોઢા પર નખોરીયા, હાથના પજા પર અને આંગળી પર ઇજાના નિશાન મળી આવ્યા છે ગળા પર પણ ફાસા ની સાથે શંકાસ્પદ નિશાન હોય એમ કહી શકાય છે. જેથી પોસ્ટ મોર્ટમ ફોરેન્સીકને રીફર કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments