Friday, August 12, 2022
Homeસુરતમાં પશ્ચિમ રેલવે વિભાગની પરીક્ષામાં સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓનો હોબાળો
Array

સુરતમાં પશ્ચિમ રેલવે વિભાગની પરીક્ષામાં સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓનો હોબાળો

- Advertisement -

સુરતઃ પશ્ચિમ રેલવેની પરીક્ષામાં અસુવિધાને લઈ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. ઉન પ્લેટનીયમ પ્લાઝા બહાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરિક્ષાર્થી વિદ્યાર્થીઓએ સર્વર ડાઉન થવાનો આરોપ લગાવી પરીક્ષા રદ કરાતા દૂર-દૂરથી આવેલા વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી ન અપાતા વિદ્યાર્થીઓ ઉગ્ર બન્યા હતા. જોકે, પોલીસે ઘટના સ્થળે દોડી જતા મામલો થાળે પડ્યો હતો.

પશ્ચિમ રેલવે વિભાગમાં પાયલોટ એન્ડ ટેક્નિશિયન સીબીટી-2ની આજે પરીક્ષા હોવાથી સુરતમાં દૂર દૂરથી પરીક્ષાર્થીઓ આવ્યા હતા. આ પરીક્ષા ઓનલાઈન હતી. જોકે, પરીક્ષાની શરૂઆત થતાની સાથે જ ઓનલાઈન પરીક્ષાની વેબસાઈટનું સર્વર ડાઉન થઈ ગયું હતું. અને પેપર ખુલ્યા જ ન હતા. જેથી પરીક્ષાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. દૂર-દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા ન આપી શકતા રોષે ભરાયા હતા. અને ઉનમાં આવેલા પ્લેટનીયન પ્લાઝા બહાર મોટી સંખ્યામાં એકઠાં થઈ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને મામલો થાળે પાડ્યો હતો.

સરવેન્દર ટેલર(રાજસ્થાનથી આવનાર પરીક્ષાર્થી)એ જણાવ્યું હતું કે, આખા ભારતમાં પશ્ચિમ રેલવે વિભાગમાં પાયલોટ એન્ડ ટેક્નિસિયન સીબીટીની બીજા સ્ટેજની પરીક્ષા હતા. પરીક્ષાની વ્યવસ્થા મોર્નિંગ, આફટરનુન અને ઈવનિંગ એમ ત્રણ સમય પર રાખવામાં આવી છે. 64 હજાર જગ્યાઓ ભરવા માટે પ્રથમ સ્ટેજમાં પાસ થયેલા 13 લાખ વિદ્યાર્થીઓ ભારતભરમાં પરીક્ષા આપી રહ્યા છે. દરમિયાન સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અને માર્નિંગના સમયમાં પરીક્ષા આપવા વંચિત રહ્યા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular