Tuesday, October 26, 2021
Homeસુરતમાં પોલીસ ઈન્સ્પેક્ટરને દર અઠવાડીયે વીક ઓફ આપવાનો કમિશનરનો નિર્ણય
Array

સુરતમાં પોલીસ ઈન્સ્પેક્ટરને દર અઠવાડીયે વીક ઓફ આપવાનો કમિશનરનો નિર્ણય

સુરતઃ  ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક દ્વારા પોલીસ કર્મીઓને વીક ઓફ આપવાના નિર્ણય બાદ મધ્યપ્રદેશમાં પણ નવી બનેલી કમલનાથ સરકાર દ્વારા પોલીસ માટે રજાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર સતીષકુમાર શર્મા દ્વારા પણ શહેરમાં ફરજ બજાવતાં પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરને દર અઠવાડીએ એક રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરની યાદીમાં જણાવાયું છે કે, પુખ્ત વિચારણાના અંતે સુરત શહેરમાં ફરજ બજાવતાં 50 પીઆઈ અને 207 પીઆઈને અઠવાડીયામાં એક વીકલી ઓફ આપવામાં આવશે. જે મુજબ દર રવિવારે પોલીસ સ્ટેશના અધિકારીને વીકલ ઓફ રહેશે અને તે દરમિયાન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જે તે પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઈન્સપેક્ટર અથવા પોલીસ સબ ઈન્સપેક્ટર સંભાળશે. આ સેકન્ડ પીઆઈ અથવા પીએસઆઈ રવિવાર સિવાયના દિવસે વિકલી ઓફ રાખશે.

પીઆઈ અને બાકી રહેતા પીએસઆઈને રોટેશન મુજબ જુદા જુદા દિવસો નક્કી કરી વીકલી ઓફ આપવામાં આવશે અને વીકલી ઓફનું પત્રક કમિશનર કચેરીએ મોકલવાનું રહેશે. વીકલી ઓફના દિવસે હેડક્વોર્ટર છોડી શકાશે નહી તેમ જ કોઈ રજા સાથે આવા વીકલી ઓફના દિવસને જોડી શકાશે નહીં તેમ કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

૧૯૬૦માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી આજ સુધી પોલીસ કર્મચારીઓને અઠવાડીક રજા મળી જ નથી.જો કે નિયમ પ્રમાણે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ અઠવાડિક રજા અને જાહેર રજાના દિવસે ફરજ ઉપર જ હોય છે જેના કારણે તેમને રજા પગાર મળે છે. પરંતુ રાજ્ય સરકાર માને છે કે કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલને રજા પગાર આપી તે પોતાની ફરજ પુરી કરે છે. પરંતુ એ તમામ અઠવાડિક રજાઓ અને તહેવારો દરમિયાન ફરજ ઉપર હાજર રહેતી પોલીસને સતત કામને કારણે શારિરીક, માનસીક અને સામાજીક સમસ્યાનો સામનો કરવો પડે છે તે તરફ ગુજરાત સરકારે ક્યારેય ધ્યાન આપ્યુ જ નથી. હેડ કોન્સ્ટેબલથી ઉપરની કક્ષાના અધિકારીઓને કાગળ ઉપર તો અઠવાડિક રજા મળે પરંતુ તેઓ પોતાની ફરજના સ્થળે રજાના દિવસે પણ હોય છે અને તેઓ અધિકારી વર્ગમાં આવતા હોવાને કારણે તેઓ રજાના દિવસે ફરજ ઉપર હોવા છતાં તેમને રજા પગાર પણ મળતો નથી. ત્યારે તમામને રજા ક્યારે મળશે તે ચર્ચા ફરીથી શરૂ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments