Thursday, September 23, 2021
Homeસુરતમાં પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં પોલિટિકલ વોર
Array

સુરતમાં પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં પોલિટિકલ વોર

સુરતઃ મોટા ભાગે ચૂંટણીના સમયે સોસાયટીઓમાં બેનર અને પોસ્ટર લગાવી જે તે પક્ષોનો કે ઉમેદવારોનો વિરોધ વ્યક્ત કરવામાં આવતો હતો. આ વખતની લોકસભાની ચૂંટણીમાં પોસ્ટર અને બેનર યુદ્ધ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી પોલિટિકલ વોર ચાલું થયાનું જાણવા મળ્યું છે.

સુરતની બેઠકનો ઇતિહાસ જોઇએ તો અત્યાર સુધી આ બેઠક મૂળ સુરતીના ફાળે જ ગઈ છે. આ વખતે સૌરાષ્ટ્રવાસીને આપવાની વાત વહેતી થઈ છે. પરિણામે હજુ સુધી આ બેઠકના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ બન્નેમાંથી કોઈ જાહેર કરી શક્યું નથી. તેવા સમયે સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્રવાસી પાંચેય ધારાસભ્યો વરાછા, ઉત્તર, કતારગામ, કરંજ અને કામરેજની તસવીર સાથે પોસ્ટ ફરી રહી છે.

ચાલો આપણે આપણા આ સૌરાષ્ટ્રના ધારાસભ્યોને એક પ્રશ્ન પૂછીએ. સુરત લોકસભાના કુલ મતદારોમાં સૌરાષ્ટ્રના 60થી 65 કા મત હોવા છતાં સૌરાષ્ટ્રની પ્રજાને લોક સભાની ટિકિટ કેમ નહીં, આપણી ખુલ્લી ચેલેન્જ શીર્ષક તળે નોંધ્યું છે કે હાલ સુરત લોકસભાના સાંસદ ભાજપના બેનર વગર 500થી 700 વ્યક્તિને ભેગા કરી આપે તો આપણો મત ભાજપને. આને કહેવાય

આપણા મૂળ સૌરાષ્ટ્રના આ ધારાસભ્યો દ્વારા સુરત લોક સભાની સૌરાષ્ટ્રવાસીને ટિકિટ ન મળે તે માટે મરણિયો પ્રયાસ કરાયો.

સુરતમાં રહેતી સૌરાષ્ટ્રની પ્રજાના મત લેવા તેમનો વિશ્વાસ જીતીને તેમનું સમર્થન લઇ ધારાસભ્યો બન્યા ને હવે સુરત લોક સભાની ટિકિટ સૌરાષ્ટ્રવાસીને ન આપવા ગાંધીનગરમાં ધારદાર રજૂઆત. થોડા સમય પૂર્વે ચોકબજાર, ગાંધીબાગ ખાતે બેનર લગાવ્યાં હતાં. જેમાં મૂળ સુરતીને થતા અન્યાયની વાત કરી હતી. હવે સૌરાષ્ટ્રવાસીઓએ આ બેઠક પર સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપવા માટે આ રીતે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments