Wednesday, December 8, 2021
Homeસુરતમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણીઃ ફળદુએ એનામાં તિરંગાને સલામી આપી
Array

સુરતમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણીઃ ફળદુએ એનામાં તિરંગાને સલામી આપી

સુરતઃ  પ્રજાસત્તાક પર્વની ભારે ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનરે ધ્વજવંદન કરાવ્યું હતું. જ્યારે સુરત જિલ્લાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ પલસાણા તાલુકાના એના ખાતે યોજાયો હતો. જેમાં કૃષિ પ્રધાન આર.સી. ફળદુ ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ સહિત અન્ય વિભાગના 19 અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુરત ખાતે શહેર પોલીસથી લઈને હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડ સહિતની શાખાઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. સાથે જ રાષ્ટ્રભક્તિના ગીતો પર નૃત્યો રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય કાર્યક્રમ એના ખાતે  અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. આ ઉપરાંત વિવિધ સરકારી વિભાગો તરફથી ટેબ્લો- શણગારેલાં વાહનો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેણે ભારે આકર્ષણ જમાવ્યું હતું.  સુરત જિલ્લામાં એક અને સુરત શહેરમાં એક એમ કુલ બે સ્વાતંત્ર્ય સેવાની હાલ જીવીત છે. જે બન્નેને હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ બન્નેની તબિયત નાંદુરસ્ત હોવાથી બન્નેમાંથી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતાં.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments