સુરતમાં બમરોલી-ભીમરાડ ખાડી કિનારે બાયો ડાયવર્સિટી પાર્ક બનશે

0
54

સુરત: બમરોલી અને ભીમરાડની વચ્ચેના ખાડી કિનારેના 22.58 લાખ સ્ક્વેર ફૂટ જમીનને પ્લાન્ટેશન, વો કવે તેમજ તળાવ સાથે બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવા પાલિકાએ કન્સલ્ટન્સીની નિમણૂંક કરી છે. આ પાર્કની ડિઝાઇન બનાવવાના સરવે માટે યોજાયેલી ટેન્ડર સ્ક્રૂટીની કમિટીની બેઠક માં 36.45 લાખના ખર્ચે કન્સલટન્સીને કામ સોંપાયું હતું.

બમરોલી અને ભીમરાડને જોડતી ખાડીના કિનારે પેરેલલ રસ્તા બનાવવા પાલિકા અંતિમ ચરણમાં કામ કરી રહી છે. ત્યારે શહેરના વાતાવરણને સ્વચ્છ રાખવા ગ્રીન બેલ્ટ વધારવાના આયોજન સાથે બમરોલી-ભીમરાડ સુધીના ખાડી કિનારાઓ લોક ઉપયોગી બનાવવા બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવા જાહેરાત કરાઇ હતી. આ પ્રોજેક્ટમાં ક્યાં સ્થળ ઉપર શું બની શકે તેના આયોજન માટે ખાનગી એજન્સીને સરવે કામગીરી સોંપાઇ છે.

કુલ 108 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં 1,20,000 જેટલા વૃક્ષો લગાવાશે. જેમાં નીમ, પીપળો અને વડના વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વૃક્ષો વાતાવરણમાં સૌથી વધુ ઓક્સિજન છોડતા હોવાથી પ્રદુષણની માત્રામાં ખાસો ઘટાડો નોંધાવવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કિનારે ફરતેની જમીનને લેવલિંગ અને ફેન્સિંગનું કામ પૂર્ણ કરી લેવાયું છે. જ્યારે ફુવારા, વો કવે અને તળાવ નિર્માણનું કામ ડિઝાઇન પ્રમાણે શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here