- Advertisement -
સુરતઃબે વર્ષ અગાઉ પાટીદાર અનામત આંદોલન સમયે સરથાણા વિસ્તારમાં બસ સળગાવવાના કેસમાં પોલીસ ચોપડે બે વર્ષથી ફરાર બતાવાતા નિખિલ સવાણીએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. નિખિલે જણાવ્યું હતું કે, બે વર્ષથી પોલીસ ચોપડે તેને ફરાર બતાવવામાં આવતો હતો. આંદોલન દરમિયાન થયેલા જુદા જુદા કેસમાં પોલીસ તપાસના નામે વાંરવાર બોલાવીને માનસીક હેરાન કરવામાં આવી રહ્યો હોવાની તેણે રજૂઆરત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, નિખિલ સવાણી આંદોલન દરમિયાન પાસનો કન્વીનર હતો અને ભાજપમાં પણ જોડાયા બાદ રાજીનામું પણ આપી ફરી પાસમાં સક્રિય થયો હતો.