Saturday, October 23, 2021
Homeસુરતમાં બે વર્ષની બાળકીની નજર સામે જ માતાએ ગળે ફાંસો ખાધો
Array

સુરતમાં બે વર્ષની બાળકીની નજર સામે જ માતાએ ગળે ફાંસો ખાધો

સુરતઃ હજીરા સ્થિત એસ્સાર કંપનીમાં એસએમપી પ્લાન્ટના ઈલેક્ટ્રિક મેન્ટેન્સ ઓપરેટરની પત્નીએ શુક્રવારની મોડી સાંજે ફાંસ ખાઈ લીધો હતો. બે વર્ષની બાળકની નજર સામે જ માતાએ ફાંસો ખાઈ લીધા બાદ મૃતદેહને પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.

હજીરા નંદ નિકેતન એસ્સાર ટાઉનશીપ કે/3-22 ખાતે રહેતાં મૂળ તમિલનાડુના સંદિપકુમારના પત્ની ભુવનેશ્વરી (ઉ.વ.આ.21) ફાંસો ખાઈ લીધો હતો. પતિ સંદિપ દૂધ લેવા ગયો એ દરમિયાન રૂમનો દરવાજો બંધ કરીને ભુવનેશ્વરીએ ફાંસો ખાઈ લીધો હતો. પતિ પરત આવતાં દરવાજો ન ખોલતા તથા દીકરીના રડવાના અવાજથી સંદિપે પાડોશીના ઘરની ગેલેરીમાંથી ડોકીયું કરતાં પત્નીનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

સંદિપ છેલ્લા 10 વર્ષથી સુરતમાં નોકરી માટે આવી ગયો હતો. આ દરમિયાન તેની નજર ભુવનેશ્વરી સાથે વતનમાં મળી ગઈ હતી. ત્રણેક વર્ષના પ્રેમ બાદ બન્નેના પરિવારની સહમતીથી એરેન્જ મેરેજ થયાં હતાં. તેમને સંતાનમાં એક માત્ર બે વર્ષની દીકરી જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments