સુરતમાં મહિલા તબીબે આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટ પતિએ ગાયબ કરી દીધી

0
31

 • CN24NEWS-05/02/2019
  • સુરતઃ

   અડાજણ ખાતે રહેતી ડો. મનાલી પટેલના આપઘાત પ્રકરણમાં પોલીસ ગિરફ્તમાં આવેલા આરોપી પતિને ગત રોજ કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસનાં રિમાન્ડ માગ્યાં હતાં. દલીલો બાદ કોર્ટે બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. જેમાં રિમાન્ડના મુખ્ય મુદ્દામાં સુસાઇડ નોટ આરોપી તબીબ પતિ ચિંતને સગેવગે કરી હોવાની પોલીસને આશંકા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

      સુસાઇડ નોટ હજી પોલીસને મળી નથી
  • 1.સરકાર પક્ષની દલીલ હતી કે, ડો. મનાલીના વોટ્સએપ ચેકિંગની વિગતો તપાસી રહી છે અને વિગતો ચકાસવા અને તે અંગે વધુ પુછપરછ કરવા માટે આરોપીને સાથે રાખવાની જરૂર છે. મૃતક ડો. મનાલીએ લખેલી સુસાઇડ નોટ પણ કબજે લેવાની બાકી હોઈ પતિના રિમાન્ડ મંગાયા હતાં. પોલીસે રિમાન્ડના મુદ્દામાં શંકા વ્યક્ત કરી હતી કે આરોપીએ સુસાઇડ નોટ સગેવગે કરી દીધી છે. નોંધનીય છે કે, ડો. મનાલીએ સુસાઇડ નોટ પોતાના ભાઈને વોટ્સએપ પર મોકલી હતી. ઓરિજિનલ સુસાઇડ નોટ હજી પોલીસને મળી નથી. અડાજણના પટેલ પરિવારની પુત્રવધૂ અને ડોક્ટર મનાલીએ ઘરમાં જ ફાંસો ખાઈ લેતાં સાસરિયાંઓ શંકાના દાયરામાં આવી ગયાં હતાં.
  • સાસુ-નણંદ પહોંચથી દૂર
   2.પોલીસે પતિ સહિત અન્ય સાસરિયાંઓ પર ગુનો નોંધી તપાસ આગળ વધારી છે અને આરોપી પતિ ચિંતન પટેલની પોલીસે ધરપકડ કરી હતી અને ગત રોજ કોર્ટમાં રજૂ કરતાં આરોપી પતિના બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. આ કેસમાં હજી સાસુ અને બે નણંદની ધરપકડ થઈ નથી.
  • ધરપકડથી બચાવવા ભારે ધમપછાડા
   3.ડો.મનાલી પટેલના પિયરજનોને સમજાવવા માટે મોટા ઉદ્યોગપતિની ફોજ ડો.ચિંતન પટેલના પિતાએ ઉતારી હોવાની વાત સામે આવી છે. જેમાં એક સરપંચ ઉપરાંત હજીરાના મોટા ટ્રાન્સપોર્ટરોએ મનાલીના પિયરજનોને આ કેસમાં સમજાવવા તેના પિતાના કેટલાક મિત્રોને વાતો કરી હતી. ટૂંકમાં ડો.ચિતન પટેલની માતા અને બે બહેનોને બચાવવા ભારે ધમપછાડા ચાલી રહ્યા છે. અડાજણ પોલીસે ગુનો નોંધીને માત્ર ડો.ચિંતન પટેલની ધરપકડ કરી સંતોષ માન્યો હોય એવું લાગે છે. બાકી મનાલીની સાસુ અને બે નણંદોને તો પોલીસે આગોતરા જામીન માટેનો રસ્તો કરી આપવા પકડતી ન હોય એવી લોકોમાં ચર્ચા છે.
   • ઓરિજિનલ સુસાઇડ નોટ આરોપી તબીબ પતિ ચિંતને સગેવગે કરી હોવાની પોલીસને આશંકા
   • ફરિયાદ સિવાયના કોઈ આરોપીઓ છે કે કેમ એ ચકાસવાનું છે.
   • મહિલા આરોપીઓ ક્યાં છૂપાયાં છે એ હાલના આરોપી પાસે જાણવાનું છે, તે સાચી હકીકત જણાવતો નથી.
   • વોટ્સએપ ચેટિંગની વિગતો અંગે આરોપીની પુછપરછ જરૂરી છે.
   • આપઘાતના એક કારણ સિવાયના અન્ય કારણ છે કે કેમ એ અંગે પુછપરછ કરવાની છે.
   • આરોપી પતિની કોલ ડીટેઇલ સાથે તેનું ક્રોસ-ઇન્ટ્રોગ્રેશન કરવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here