સુરતમાં મહિલા રેસલરને સારવાર ન મળતા રાષ્ટ્રીય સ્પર્ધા છોડી

0
10

સુરતઃ ગુજરાતમાં 24 વર્ષ બાદ અને સુરતમાં પ્રથમવાર યોજાયેલી જુનિયલ રેસલિંગ સ્પર્ધામાં આયોજકો અને સિવિલ હોસ્પિટલની અવ્યવસ્થાને કારણે એક કિશોરી રેસલરને સ્પર્ધા છોડવાનો વારો આવ્યો હતો. રેસલર પ્રાંજલ સોનકરના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે સ્ટેડીયમમાં કે સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી ન હતી.

મૂળ ઈન્દોરની17 વર્ષિય  પ્રાંજલ સોનકરે ગત ડિસેમ્બરમાં પુણેમાં યોજાયેલી ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં 1થી 4 ફેબ્રુઆરી સુધી નેશલ લેવલની જુનિયલ રેસલિંગ સ્પર્ધા ચાલી રહી છે. જેમાં 28 રાજ્યોમાંથી 500થી વધુ પુરૂષ રેસલર અને 300 મહિલા રેસલરે ભાગ લીધો છે.

રેસલર પ્રાંજલ અને તેના કોચ રાજ સોનકરે આરોર લગાવ્યો છે કે, નેશનલ લેવલની આ સ્પર્ધાના આયોજન સ્થળ પર સારવારની યોગ્ય સુવિધા ન હતી. બે ડોક્ટરો સાથે મેડિકલ સ્ટાફ હાજર હોવા છતા મેજર ઈન્જરી હોવાનું કહીં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોચ એમ્બ્યુલન્સમાં પ્રાંજલને લઈને સિવિલ હોસ્પિટલ ગયા હતા. ડોકે, આયોજકોએ સાથ સહકાર આવ્યો નહીં. સિવિલમાં પણ કેસ પેપર, એક્સ રે વગેરે માટે ત્રણ કલાક સુધી ભટકતા રહ્યા હતા. ડોક્ટરે એમઆરઆઈ કરવાનું કહ્યું પણ રવિવાર હોવાના કારણે એમઆરઆઈ સેન્ટર પણ બંધ હતું. કોચે નિરાશામાં સારવાર ન થવાના અભાવે નેશનલ લેવલની સ્પર્ધા છોડી આજે ઈંદોર જતા રહ્યા હતા. આયોજન સાથે જોડાયેલા રોહિત શર્માએ જણાવ્યું હતું કે, આ અંગે તેને કોઈ જાણકારી નથી. સ્ટેડિયમમાં બે ડોક્ટર હાજર રહે છે.

રેસલિંગની આ સ્પર્ધા ગુજરાતમાં આ પહેલાં 1995માં ગાંધીનગરમાં યોજાઈ હતી. આ સ્પર્ધા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે, અહીંથી ત્રણ ફાઈનલિસ્ટ રેસલર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી માટે પસંદ કરવામાં આવશે. જેમાંથી નેશનલ-ઈન્ટરનેશનલ લેવલ પર નેતૃત્વ કરનાર રેસલર તૈયાર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here