સુરતમાં મિત્રની નજર સામે વકીલે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી

0
19

સુરતઃ ડભોલીમાં તાપી નદી પર આવેલા કોઝ-વે પરથી એક વકીલે મિત્રની નજર સામે તાપી નદીમાં છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપી ઘરે પરત ફરતા દીપકે મિત્રને પ્રેમિકા સાથે થતા ઝઘડાથી હતાશ થઈ આપઘાતના વિચાર આવતા હોવાની વાત પણ કરી હતી. કોઝ-વે ઉપર ઉભા રહી તણાવ દૂર કરવાનો પ્રયાસ કરતા દીપકે મિત્રની નજર ચૂકતા જ પાણીમાં છલાંગ મારી દીધી હતી. જોકે, ઘટનાની જાણ બાદ દોડી આવેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક દીપકને કોઝ-વેના પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, મૃતક દિપક નંદકિશોર પ્રજાપતિ (ઉ.વ. 27 ) છાપરાભાથા શ્યામકૃપા સોસાયટીનો રહેવાસી હતો. અને વકિલાતની પ્રેક્ટીસ કરતો હતો. દિપક રવિવારની રાત્રે મિત્ર હમીર સાથે એક સાથી મિત્રની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગમાં ગયો હતો. જ્યાં દિપક હતાશ હોવાનું જણાવ્યું હતું. જેથી દિપક મિત્ર હમીરને લઈ કોઝ-વે પર આવ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે લાંબી ચર્ચા પણ થઈ હતી. પ્રેમિકા સાથે ચાલતી માથાકૂટને લઈ દિપક આપઘાત કરવાનું કહેતો હતો. જેને લઈ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક રાહદારી કાકાએ પણ દીપકને સમજાવ્યો હતો. જોકે, થોડી દૂર કાકા પડી જતા હમીર તેમની મદદે ગયો હતો. દરમિયાન જ દીપકે કોઝ-વેના પાણીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here