સુરતમાં મોડી રાત્રે કાર ચાલકે ચાર બાઈકને અડફેટે લીધી, બે ઈજાગ્રસ્ત

0
41

સુરતઃ  મોટા વરાછા ઉતરાણ બ્રિજ ઉપર મોડી રાત્રે એક કાર ચાલકે ચાર બાઇકને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો હતો. ઘટનાને નજરે જોનાર રાહદારીઓ ઇજાગ્રસ્ત બેને કારનાં બોનેટ પર લઈ ભાગતા કાર ચાલકને તાત્કાલિક દોડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. કારની અડફેટે ઘવાયેલા તમામ બાઈક સવાર તમામને ગંભીર રીતે ઘવાતા તાત્કાલિક 108ને બોલાવી સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખસેડાયા હતા.

બેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

અમિત પટેપ (EMT, 108 વરાછા) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ પોણા બાર વાગ્યાની હોય એમ કહી શકાય છે. ઘટનાંની જાણ બાદ સ્થળ પર જતાં જ બે દર્દીઓને 108ની એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ ખસેડયા હતા.

આખી ઘટના ફિલ્મી સ્ટંટ જેવી લાગી

ધ્રુવ (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે આગળ ચાલતી ત્રણ બાઇકને એક પછી એક તમામને પાછળથી આઈ-20 કારના ચાલકે અડફેટે લઈ ઉડાડી દીધા હતા. જેમાં બાઇક સવાર બે વ્યક્તિ તો કારના બોનેટ પર પટકાયા બાદ પણ કાર ચાલકે બ્રેક મારી નહોતી. જોકે, કાર બ્રિજ ઉપરના ડિવાઈડર સાથે ઘસડાતા ઉભી રહી ગઈ હતી. આખી ઘટના ફિલ્મી સ્ટંટ જેવી લાગી હતી. પણ આ એક રિયલ અકસ્માત હતો. એકનું માથું ફાટ્યું હતું. બીજી એક મહિલા સહિત તમામને વધતી-ઓછી ઇજા થઇ હતી. જોકે પોલીસ દોડી આવતા કાર ચાલકની અટક કરી તપાસ હાથ ધરી હતી.

ઇજાગ્રસ્ત

– નેહાબેન પ્રકાશભાઈ ગઢિયા 35
– પ્રકાશભાઈ ગઢિયા 38
બંને રહે માતાવાડી વર્ષા સોસાયટી મારુતિ પેલેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here