સુરતમાં મોડી રાત્રે ST બસના ચાલકે અડફેટે લેતા પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું

0
12

સુરત: કાપોદ્રા સીએનજી પંપ પાસે એસટી બસના ચાલકે અડફેટમાં લેતા બાઈક સવાર વરાછા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

મોટા વરાછા ખાતે રહેતા મનીષભાઈ વિનોદરાય પંડ્યા શહેર પોલીસમાં એમટી સેક્શનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારે રાત્રે તેઓ તેમની ડ્યુટી પુરી કરી બાઈક પર ઘરે પરત જવા માટે નિકળ્યા હતા. દરમિયાન કાપોદ્રા સીએનજી પંપ પાસે પૂરપાટ ઝડપે દોડતી એસટી બસના ચાલકે તેમને પાછળથી અડફેટમાં લેતા તેમનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસે એસટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here