Monday, January 24, 2022
Homeસુરતમાં મોઢ વણિક સમાજ રાષ્ટ્રીય સંમેલનમાં અમિત શાહે કહ્યું, મોદી દિલથી કામ...
Array

સુરતમાં મોઢ વણિક સમાજ રાષ્ટ્રીય સંમેલનમાં અમિત શાહે કહ્યું, મોદી દિલથી કામ કરે છે

સુરત: આજે પાલમાં મોઢ વણિક સમસ્ત પંચની વાડીમાં અખિલ ભારતીય તૈલીક સાહૂ મહાસભા, ભારતીય તૈલીક સાહૂ રાઠૌર મહાસભા શ્રી સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ, શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા રાષ્ટ્રીય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજરી આપવા પહોંચેલા અમિત શાહનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.મોઢ વણિક સમાજના સમંલેનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષોથી નરેન્દ્ર મોદી સાથે છું. નરેન્દ્ર મોદી દિલથી કામ કરે છે.

મોઢ વણિક સમાજ દેશભરમાં ફેલાયેલો છેઃ અમિત શાહ
પાલમાં મોઢ વણિક સમાજના સમંલેનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, મોઢ વણિક સમાજ દેશભરમાં ફેલાયેલો છે. સમાજે કરેલા કામથી હ્રદયથી અભિનંદન. પીએમ મોદી જતિવાદમાં માનતા નથી. દુનિયાના લોકતંત્ર સુધૂની સફર પ્રમાણિકતાથી કરી છે. વર્ષોથી નરેન્દ્ર મોદી સાથે છું. ગુજરાત અને દેશમાં કાર્યક્રતાઓનું નિર્માણ કાર્ય કર્યું છે.ભારતીય જનતા પાર્ટીની ક્યારેક 2 સીટ હતી જે આજે 282 સીટ સાથે પૂર્ણ બહુમતની સરકાર ધરાવે છે. મોદીએ ગુજરાતથી ગેસના સંગઠનનું કામ દિલથી કર્યું છે.
20 રાજ્યોમાંથી સમાજના અગ્રણી, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ અને સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજના અધ્યક્ષ સોમાભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં દેશના 20 રાજ્યોમાંથી સમાજના અગ્રણી, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે.
પાસના કન્વીનરોની ધરપકડ
આજે અમિત શાહ અને હાર્દિક પટેલ સુરતમાં છે. સાંજે પાસ દ્વારા યોગી ચોક ખાતે લોક અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમિત શાહની સભાને લઈને લોક અધિકાર સભા સ્થળેથી પાસના કન્વીનર ધાર્મિક માલવિયા, ચંદ્રેશ કાકડિયા, મહેશ વાઘાણી અને બીજા અન્ય ત્રણની સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular