Tuesday, September 28, 2021
Homeસુરતમાં યુપીવાસી યુવકની મધરાત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા
Array

સુરતમાં યુપીવાસી યુવકની મધરાત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા

સુરતઃસચિન ઉન પાટિયા નજીક યુપીવાસીને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હતો. શુક્રવારની મધરાત્રે નવાબ રેસિડેન્સી નજીકથી બિન વારસી મળી આવેલા યુવાનને 108ની મદદથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાતા મૃત જાહેર કરાયો હતો. એક અઠવાડિયા પહેલા જ કાદિર સુરત પિતરાઈ ભાઈ પાસે રોજગારીની શોધમાં આવ્યો હતો. કાદિર માતા-પિતાનો એકનો એક દીકરો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ કાદિરની હત્યા પાછળ ઘેરાતું રહસ્ય અને તેના હત્યારાઓને શોધી કાઢવાની દિશામાં તપાસ કરી રહી છે.

 

મૃતકના પિતરાઈ ભાઈ સુબેર અહમદ પઠાણે જણાવ્યું હતું કે, પોલીસે મુકેલા ફોટો પરથી હત્યા થયાનું જાણવા મળ્યું હતું. કાદિરના બન્ને મોબાઈલ નથી મળ્યા એટલે લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments